- મોરબી જિલ્લાના મોટા દહીંસરા ગામે થયેલ ખુનના આરોપીઓ (૧) સુરેશભાઈ અવચરભાઈ ઈન્દરીયા (૨) અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયા (૩) અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા (૪) અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયા ને નિર્દોષ છોડી ચુકવાનો હુકમ કરતી નામ. બીજા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ.
માળીયા તાલુકા પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ કે આ કામના ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હોય જેનુ મનદુખ રાખી આ કામના આરોપીઓ નં. ૧ સુરેશભાઈનાએ ફરીયાદીના પતીને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી તેમજ આરોપી નં. ૨ અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતીના વાસાના ભાગે મારી ઈજા કરી તેમજ આરોપી નં. ૪ અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતીને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી તેમજ ફરીયાદીના પીતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતીને માર મારવાથી બચાવવા જતાં આરોપી નં. ૩ વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પીતાને કપાળના ભાગે મારી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી લાકડી તથા લોખંડના પાઈપ વતી જીવલેણ ઘા કરી ઈજા કરી ખુન કરેલ હોય માળીયા (મી) પોલીસે આરોપીઓ વીરુધ્ધ બી.એન.એસ ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૧),૧૧૮(૧), ૩૫૨,૩૫૧(૩), ૫૪ તથા જી.પી એકટની કલમ ૧૩૫ અન્વયે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ. મોરબીના આ અંગેનો કેશ અત્રેના બીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી (૧) સુરેશભાઈ અવચરભાઈ ઈન્દરીયા (૨) અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયા (૩) અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા (૪) અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયા વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદીએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ ફરીયાદ પક્ષ એ સદરહુ બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયેલ હોય જેથી ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે
આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.



