મેઘરાજાએ પ્રથમ ઇનિંગ્સમા મુશળધાર વરસી પાંચ ઈંચ વરસ્યા બાદ દસ દિ’ પોરો ખાઈ ફરી ગુરૂવારે આકાશી અટારીએ થી અમીવર્ષા

ટંકારામા વરસાદી સિઝનના પ્રારંભે મેઘરાજાએ લોકો ને ખુશ કરી પાંચ ઈંચ હેત વરસાવી દસ દિવસ પોરો ખાઈ ફરી ગુરૂવારે દિવસભર ભારે ઉકળાટ બાદ સાંજે અઢી ઈંચ વરસાદ પડયો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરાવી જન જન પુલકિત થઈ ઉઠ્યા હતા.
ગુરૂવારે દિવસભર ઉકળાટ રહ્યા બાદ સાંજે વાતાવરણ પલટાયુ હતુ અને મેઘરાજાએ બે કલાકમાં અઢી ઈંચ (૬૦ મીમી) વરસાદ પડ્યો હતો. અગાઉ દસ દિવસ પૂર્વે પાંચ ઈંચ વરસાવી લોકોને ખુશખુશાલ કરી દીધા બાદ પોરો ખાઈ ફરી મેઘરાજાએ પધરામણી કરતા આનંદ ની લાગણી છવાયી હતી. એકંદરે સીઝન નો કુલ વરસાદ પોણા નવ ઈંચ (૨૧૮ મીમી) સરકારી ચોપડે નોંધાઈ ચુક્યો છે.


