સખપર પ્રાથમિક શાળા મા શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Advertisement
Advertisement
સખપર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળાના પ્રવેશ દ્વારે પુષ્પગુચ્છથી ઉમળકાથી આવકાર્યા..
ટંકારા તાલુકાના સખપર ગામે આવેલી પ્રાથમિક શાળા મા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગાંધીનગર ટ્રાઈબલ ડિપાર્ટમેન્ટ ના અંડર સેક્રેટરી ડો. કિશોરભાઈ ધારૈયા ઉપરાંત, ટંંકારા સીડીપીઓ તેજલબેન દેકાવાડીયા, સીઆરસી કો ઓર્ડીનેટર આનંદભાઈ મોકાસણા, સરપંચ મુકેશભાઈ કોરીંગા સહિતનાઓએ ભૂલકાઓને શાળામા મોં મીઠા કરાવી પ્રવેશ અપાવ્યો હતો. શાળાના પ્રવેશ દ્વારે શાળા ના આચાર્ય હેમંતભાઈ, શિક્ષકો રણજીતસિંહ, માધુરીબેન, ધવલભાઈ, ઘનશ્યામભાઈ સહિતના શાળા પરીવાર દ્વારા કુમકુમ તિલક અને પુષ્પ ગુચ્છ થી આવકાર્યા હતા. પ્રવેશ ઉત્સવ કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટય કરીને વંદે માતરમ્ ધૂન અને અને બાળકો દ્વારા વેલકમ ગીત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. અંતિમ તબક્કામા ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન અને ભૂલકાઓને લગનથી ભણવા શીખ આપી હતી.