શાળાના વિકાસમા ફંડ આપનારા શિક્ષણના હિમાયતી દાતાઓ ની આચાર્ય દ્વારા પ્રમાણપત્રથી નવાજીસ..

ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલી પ્રાથમિક કન્યા કેળવણી શાળામા એક્સોથી વધુ ભૂલકાઓને ભણવા માટે પ્રવેશોત્સવ કરાવી ઉત્સવ ઉજવાયો હતો.
ટંકારા તાલુકાના હડમતીયા ગામે કન્યા તાલુકા શાળા, કુમાર પ્રા.શાળા અને માતૃશ્રી એમ.એમ.ગાંધી વિદ્યાલય એમ ત્રણ શાળા આવેલી હોય ત્રણેય શાળા નો સંયુક્ત પ્રવેશોત્સવ યોજાયો હતો. ભૂલકાઓની જ્ઞાન યાત્રાના પ્રથમ ચરણમા ઉત્સાહ વધારવા રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ મહોત્સવ યોજવાનુ નક્કી કરાયુ હોય એ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલા શિક્ષણ વિભાગના નાયબ નિયામક વાઢેર અને ધારાસભ્ય દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. અહીંયા કન્યા તાલુકા શાળામા બાળવાટિકા મા ૧૬ બાળકીઓ, કુમાર પ્રા. શાળામા બાળવાટિકામા ૧૮ અને ધોરણ ૧ મા ૩ બાળકો ઉપરાંત, એમ.એમ.ગાંધી વિદ્યાલયમા ધોરણ ૯ મા પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી આવકારવામા આવ્યા હતા. આ પ્રસંગે, વૃંદાબેન સિણોજીયા એ સામાજીક ઉત્થાન પર અને સુખવંતીબેન ખાખરીયા એ સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા વર્તમાન સમયે મહત્વના વિષય પર પોતાના મંતવ્ય રજુ કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર, મોમેન્ટોથી નવાજવામા આવ્યા હતા. અંતિમ તબક્કામા શાળાના વિકાસમા ફંડ આપનારા શિક્ષણના હિમાયતી દાતા પિન્ટુભાઈ ડોડીયા, પ્રવીણભાઈ વીરા અને ચંદ્રમોલીભાઈ વામજા નુ આ તકે, આચાર્ય પ્રવિણભાઈ એ પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કર્યા હતા.


