મોરબી:NDPS ના ગુનાહમાં સંડોવાયેલ આરોપીના જામીન કરાવતા દિલીપ અગેચણિયા

Advertisement
Advertisement

એનડીપીએસના ગુનામાં આરોપી જેન્તીભાઈ ઉર્ફે જનકભાઈ માવજીભાઈ બોપલીયા(પટેલ)નો મોરબીની એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોટ) દવારા જામીન પર છટકારો.

મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં આ ગુના ની ફરીયાદ એવી કે આ કામના આરોપીએ પોતાની કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ૪ કિલો અને ૮૦ ગ્રામ વેચાણ કરવાના ઈરાદે રાખી તેમજ માદક પદાર્થ વેચાણના રોકડા રૂ. તથા મોબાઈલ ફોન,આધાર કાર્ડ, ઈલેકટ્રિક વજનકાંટો તથા પ્લાસ્ટિકના કાળા કલરના ઝબલા તથા ઈલેકટ્રીક લાઈટ જેવા મુદામાલ સાથે પોતાની કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા રાખી બાતમી આધારે રેઈડ દરમીયાન મુદામાલ સાથે મળી આવતા આ આરોપીને મોરબી સીટી એ ડીવી. પોલીસે હાલના કામના આરોપીની અટક કરી મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય. જેથી આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ (એનડીપીએસ સ્પે.કોર્ટ) ની કોર્ટ માં જામીન અરજી દાખલ કરેલ.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને નામ. સુપ્રીમ કોર્ટ એ આપેલ જજમેન્ટ’સંજય ચાદ્દા વિ. સી.બી.આઈ’ને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપભાઈ અગેચાણીયા, શ્રી જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, પુનમબેન અગોલા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.