હાઈવે ઉપર ઓવરબ્રિજ પર શોભા ના ગાંઠીયા સમાન લટકતી લાઈટો ફરી પૂર્વવત

ટંકારા નગરપાલિકાએ માલ સામાન સહિત વિજળી ફોલ્ટ રીપેરીંગ કામ માટે ઈ ટેન્ડરીંગ કરીને અમદાવાદની પાર્ટી ને કોન્ટ્રાક્ટ ફાઈનલ કર્યો હોઈ પરંતુ કોન્ટ્રાકટર ચાંચુડી ઘડાવી આવુ છુ ના વાયદા કરી લેન્ડ થતો ન હોવાથી શહેરમા છેલ્લા ત્રણેક મહિનાથી અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો ગુલ થયા બાદ અંધારપટ છવાઈ જતો હોવાની સાથે ઓવરબ્રિજ ની સ્ટ્રીટ લાઈટ વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોવાની કાગારોળ મચી ઉઠી હોવા છતા સત્તાપક્ષ ના સ્થાનિક આગેવાનો સુષુપ્ત અવસ્થામા હોવાનુ પામીને સ્થાનિક કોંગ્રેસી આગેવાને આ મામલે નગરપાલિકા અને કોન્ટ્રાકટરને બે દિવસમા શહેરના અંધારા ઉલેચવા ધ્વનિ સંદેશા મારફતે અલ્ટીમેટમ આપી ઉકેલ ન આવે તો આક્રમક લડત આપવાની ચિમકી ઉચ્ચારતા રેલો આવ્યો હતો. અને સાંજે જ શહેરમા તમામ ફોલ્ટ રીપેર કરી ઉજાસ પથરાયો હતો.
ટંકારામા છેલ્લા ત્રણેક મહિનાથી સ્ટ્રીટ લાઈટો ફોલ્ટ થયા બાદ ઓલવાઈ ગયા પછી રીપેરીંગ થતુ નહોતુ. અને ફોલ્ટ બાદ મહોલ્લામા અંધારા ના ઓળા ઉતરી આવતા હોવાની ફરીયાદો રોજીંદી બની હતી. નગરવાસીઓ અંધારા મા ઠેબા ખાઈ ખાબકવાનુ નસીબ સમજી રજુઆતો થી કંટાળી મુક તમાસો જોઈ રીબાઈ રહ્યા હતા. પ્રજાની વેદના મુદ્દે સત્તાપક્ષ ના બની બેઠેલા સ્થાનિક આગેવાનો વિકાસ ની શિખવાડેલી કેસેટ વગાડવા સિવાય પ્રજાની વેદના અંગે સુષુપ્ત અવસ્થા મા હોવાનુ પામીને પિડાતા નગરજનોએ કોંગ્રેસના સ્થાનિક કદાવર ગજાના ગણાતા મહેશ રાજકોટીયા સમક્ષ રજુઆત કરતા શાસકપક્ષ ની સુષુપ્ત અવસ્થા પામીને નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અને કોન્ટ્રાકટર નો સંપર્ક કરીને બે દિવસની મહેતલ આપી ઉકેલ ન આવે તો આક્રમક લડતનુ અલ્ટીમેટમ આપી તીખા તેવર બતાવતા ‘ચમત્કાર ને જ નમસ્કાર’ સુત્ર સાર્થક થઈ કોન્ટ્રાકટર તાબડતોબ હરકત આવી રાત્રે જ નગરના અંધારા ઉલેચી નગર મા ઉજાસ પથરાયો હતો.


