ટંકારામા ત્રણ મહિનાથી છવાયેલા અંધારા ઉલેચવા કોંગ્રેસનુ અલ્ટીમેટમ 

Advertisement
Advertisement
હાઈવે ઉપર ઓવરબ્રિજ પર શોભા ના ગાંઠીયા સમાન લટકતી લાઈટો ચાલુ કરવાની માંગણી
કોન્ટ્રાકટરને થાબડભાણા બંધ કરી, કામ ન કરે તો ટેન્ડર રદ કરી તગેડી મુકો ના પોકાર.
 ટંકારા શહેરમા છેલ્લા ત્રણેક મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ થયા પછી લેમ્પ સહિતના ઉપકરણો બદલતા ન હોવાથી જે વિસ્તારમા લાઈટ ગુલ થાય ત્યા અંધારપટ છવાઈ જતો હોવાની કાયમી કાગારોળ મચતા શહેર કોંગ્રેસના આગેવાને આ મામલે નગરપાલિકા ને રજુઆત કરતા જાણવા મળ્યું કે, પાલિકા પાસે ફોલ્ટ થયેલ થાંભલે બદલવા માટે સામાન્ય સામાન નથી. અને શહેરમા રોશની કાયમ ઝળહળતી રાખવા માટે માલસામાન અને મરામત માટે ટેન્ડરીંગ કરી દેવાયુ હોવાથી આ કામગીરી કોન્ટ્રાકટર ને હવાલે કરી દેવામાં આવી છે. પરંતુ નગરના કિસ્મત ફુટયા હોય એમ કોન્ટ્રાકટર ચાંચુડી ઘડાવી આવવા ના વાયદા કરતો હોવાની કબુલાત ખુદ પાલિકા ના કર્મચારીઓ કરી રહ્યા હોવાથી અચરજ સાથે લોકરોષ ફાટી નિકળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સાંજ પડે અને અંધારૂ ઉતરી પડે છે. લોકો રીતસર ઠેબા ખાઈ રહ્યા છે. હાઈવે પર ઓવરબ્રિજ પર વારંવાર લાઈટો હાઉકલી કરી રીસાઈ જતી હોવાની કાગારોળ છતા પરંતુ આ મુદ્દે જાડી ચામડીના જવાબદારો ના પેટ નુ પાણી હલતુ નથી. જો બે દિવસમા કોન્ટ્રાકટર જમીન પર ન ઉતરે અને ઉકેલ ન આવે તો આક્રમક લડત આપવાની ચિમકી સ્થાનિક કોંગ્રેસના મોટા ગજાના નેતા એ ઉચ્ચારતા કદાચ તંત્રને ન ગાંઠતો કોન્ટ્રાકટર પ્રગટ થાય છે કે નહીં એ સમય પર છોડીએ.
ટંકારામા કોઈ મહોલ્લામા અંધારા ના ઓળા ઉતરી આવે તો અહીં થી પસાર થનારા રાહદારીઓએ ઠેબા ખાઈ ખાબકી જાવુ પણ પાલિકા ને કે તંત્ર ને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે કોઈ ફરીયાદ કરવી નહીં, કારણકે, પાલિકા પાસે બલ્બ લેવાના ખનખનીયા નથી. ઉપરાંત, ઈલેક્ટ્રીક ફોલ્ટ રીપેર કરવા અને બલ્બ બદલવા માટે સરકારે સુનિશ્ચિત કરેલા Gem પોર્ટલ દ્વારા ઈ ટેન્ડર થી અમદાવાદ ની પાર્ટી ને કોન્ટ્રાક્ટ અપાયેલ હોય એ કોન્ટ્રાકટર હાલ ખુદ પાલિકા ને મળતો ન હોવાથી તમારી રાવ મુદ્દે કોઈ નિવેડો આવશે નહીં આ પરિસ્થિતિ શહેરમા છેલ્લા ત્રણેક મહિનાથી છે. આખા નગરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હોવા ઉપરાંત હાઈવે પર ઓવરબ્રિજ પર છતા નિંભર જવાબદારો બેફિકરાઈથી પાલિકા પાસે નાણાકીય જોગવાઈ ન હોવાની અને કોન્ટ્રાકટર દાદ દેતો ન હોવાથી કાંઈ થશે નહીં એવા જવાબ રજુઆત કરનારાઓને બિન્દાસ આપી રહ્યા છે. આ મુદ્દે સુશાસન ની ગુલબાંગો ફુંકતા શાસકપક્ષ ના સ્થાનિક આગેવાનો કુંભકર્ણ નિંદ્રામા હોવાની પ્રતિતી કરી ચુકેલા નગરજનો એ ટંંકારા કોંગ્રેસ ના આગેવાન મહેશ રાજકોટીયા ને રજુઆત કરતા રાજકોટીયાએ આ મુદ્દે પાલિકા સમક્ષ ધારદાર રજુઆત કરી Gem પોર્ટલ થી ટંંકારા પાલિકા માથી શહેરમા માલસામાન સહિત વિજળી ફોલ્ટ રીપેર કરવા નો કોન્ટ્રાકટ મેળવનાર પાર્ટી નો ટેલિફોનિક સંપર્ક કરી બે દિવસ મા નગરમાથી અંધેરા ન ઉલેચાઈ તો આક્રમક લડત ના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હાલ તો તંત્રની સુસ્તી ઉડાવી દીધી છે. પરંતુ નગરના ઉલાચાશે કે, કેમ એ તો આવનારા સમયમા જાણવા મળશે.