વિસાવદરમા ગોપાલ ના વિજય નો હરખ ટંંકારામા, આદમી પાર્ટીએ આતશબાજી કરી.

Advertisement
Advertisement
આપ ના વિજય બાદ કોંગ્રેસના કદાવર નેતા મહેશ રાજકોટીયા નો પોતાના પક્ષ ને માર્મિક ટોણો.
વિસાવદર બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટા ચુંટણી મા આમ આદમી પાર્ટી (AAP) ના ગોપાલ ઈટાલીયાની જીત થતા ટંકારામા આપ ના કાર્યકરો ગેલ મા આવી ગયા હતા. અને શહેરના લતીપર ચોકડી ઉપર જીત નો જશ્ન મનાવ્યો હતો. આ તકે, આપ કાર્યકરો અને સમર્થકોએ જય ગોપાલ ના નારા લગાવી આતશબાજી કરીને પેંડા વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો.
રાજ્ય મા વિધાનસભા ની ખાલી પડેલી કડી અને વિસાવદર ની બેઠક માટે યોજાયેલી પેટા ચુંટણીમા એક બેઠક ભાજપ અને એક આપ ના ખાતે ગઈ હતી. જ્યારે, કોંગ્રેસ ને બંને બેઠક પર જાકારો મળ્યો હતો. પરીણામ જાહેર થતા વિસાવદરમા AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા નો વિજય થતા ટંકારામા આપ ના કાર્યકરો મા જોમ અને જુસ્સાનો સંચાર થયો હતો. ગેલમા આવેલા આપના કાર્યકરો અને સમર્થકો ના ટોળા શહેરના હાઈવે પર આવેલ લતીપર ચોકડી પાસે ઉમટી પડ્યા બાદ આપ ના તાલુકા પ્રમુખ નરોત્તમ ગોસરા,  શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા, ધર્મેશ કક્કડ, રાજેસ રૈયાણી, કુલદીપ પટેલ ની આગેવાની હેઠળ આતશબાજી કરી ઢોલ નગારા ના તાલે ઉજવણી કરી હતી.
આ તકે, આપ ના પ્રકાશ દુબરીયા એ વિસાવદરના મતદાતાઓએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુક્યો એ બદલ આભાર વ્યક્ત કરી લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જવાબદારી નિભાવવાનો કોલ પુર્ણ કરવાની ખાતરી આપી હતી.
—————————————————————————
 ચવાણુ, ચપલા અને રોકડા થી ચુંટાવાથી જીતવુ એ શેખચલ્લી સ્વપ્ન સમાન : રાજકોટીયા
—————————————————————————
ગુજરાતની પેટા ચુંટણી ના વિસાવદર ના પરીણામ બાદ પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ ના પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયા એ પોતાના જ પક્ષ ને ટોણો મારતા સ્ફોટક નિવેદન કર્યુ હતુ કે, સેવાનો ઝંડો પકડી નેતાગીરી કરતાને લોકોની વચ્ચે રહી કામ કરનારા ઓ વચ્ચે ફરક સમજી લોકો એ મતદાન કર્યુ છે. વધુમા જણાવ્યુ હતુ કે, ગ્રાઉન્ડ પર ઉતરી કાયમ લોકોની સમસ્યાઓ સાંભળી  નિરાકરણ માટે કામ કરવાને બદલે ચવાણુ ચપલા અને બારોબાર નોટ બાટી મત મેળવવા નો પ્રયાસ ને હવા મા હવાતિયા ગણાવતા રાજકોટીયાનો પોતાના પક્ષ ને માર્મિક  ટોણો ઘણુ બધુ કહી જાય છે