રોહીશાળા પાસે વોકળો ઓળંગવા જતો પરપ્રાંતિય ખેતમજુર ડુબી જતા મોત નિપજયુ.

Advertisement
Advertisement

 

ટંકારા પંથકમા રવિવારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યા બાદ તાલુકાના મિતાણા નેકનામ, રોહીશાળા પડધરી પટ્ટી ઉપર જોરદાર તુટી પડયો હતો. અહીંયા મુશળધાર વરસાદથી દહીંસરા ગામ વચ્ચે વોંકળામા ધસમસતા પાણીના પ્રવાહમા શ્રમિક પાણીમા ફસાયા બાદ તણાઈને મોતને ભેટ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

 

રવિવારે મોસમના વરસાદ ટંકારા મા નહીંવત છે. પરંતુ તાલુકાના મિતાણા થી નેકનામ, રોહિશાળા અને પડધરી પટ્ટી મા મુશળધાર પડ્યો હોય અહીંયા લગભગ સાડા ત્રણ ઈંચ થી વધુ વરસાદ ડેમ ના યંત્ર માપકમા નોંધાયો છે. ભારે વરસાદથી ખેતરો અને વોંકળા, નાળા છલકી બે કાંઠે વહેવા લાગ્યા હતા. જાણવા મળ્યા મુજબ અંતરીયાળ આવેલા રોહિશાળા-દહીંસરાના સીમ ના કાચા મારગમા પસાર થતા વોંકળામા ધસમસતા પાણીના પ્રવાહમા પાણી આવી જતા વોકળો પસાર કરવા જતા બે ખેત મજુર યુવકો પાણી ના પ્રવાહ મા ડુબી અને તણાવા લાગ્યા હતા. જોકે, સીમ નો મારગ હોવાથી મદદ મળે એ પૂર્વે ડૂબ્યા હતા. જેમાંથી એક યુવક જેમતેમ કરીને તરી ને બહાર આવી ગયો હતો. પરંતુ બીજો અનેક હવાતીયા મારવા છતા બહાર નીકળી શક્યો નહોતો. અને તણાવા લાગ્યા બાદ પાણીમાં ડુબી મોત પામ્યો હતો. ગામડેથી જાણવા મળ્યા પ્રમાણે પાણી તણાઈને ડુબી મોત પામનાર ખેતમજુર પાત્રિસ વર્ષિય જાલમસિંહ સુરસિંગ બામણીયા હોવાનુ જાણવા મળેલ છે. ફાયરબ્રિગેડ ની ટીમ બચાવકાર્ય માટે પહોંચી હતી પરંતુ ત્યા સુધી મા મોડુ થઈ ગયુ હતુ.