સાવડીના માવડી ને છાસ વલોવતી વખતે ઈલેક્ટ્રીક શોક લાગતા મોત.

Advertisement
Advertisement
ટંકારા તાલુકાના સાવડી ગામે ગામડાના વૃધ્ધા રાબેતા મુજબ પોતાના ઘરે ઈલેક્ટ્રોનિક વલોણા થી છાસ વલોવી રહ્યા હતા એ વખતે ઓચિંતા આકસ્મિક સંજોગોમા ઈલેક્ટ્રીક શોક લાગતા વૃધ્ધ મહિલાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ ટંંકારા પોલીસ ને થતા પોલીસે હાલ આકસ્મિક મૃત્યુ નોંધ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના જામનગર હાઈવે નજીક આવેલા નાનકડા સાવડી ગામે ગામડાના ખેડુત પરીવાર ના બાંસઠ વર્ષિય જવીબેન માવજીભાઈ દુબરીયા નામના વૃધ્ધા રાબેતા મુજબ પોતાના ઘર આંગણાના દુઝાણા ઘરેલુ પશુઓના દુધ માથી છાસ બનાવી પરીવાર ની મહિલાઓને મદદરૂપ થતા હોય છે. રાબેતા મુજબ જવીબેન પોતાના ઘરે છાસ બનાવવા માટે છાસ ના વાસણમા ઈલેક્ટ્રીક વલોણા વડે છાસ વલોવી રહ્યા હતા એ વખતે આકસ્મિક સંજોગોમા ઈલેક્ટ્રીક વિજ કરંટ થી શોક લાગતા વૃધ્ધા નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માતે મોત ના બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે હાલ અકસ્માતે મૃત્યુ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.