
ટંકારાના લજાઈ ગામે રહેતા શખ્સ વિરૂધ્ધ રાજકોટ કોર્ટમા વર્ષ ૨૦૧૯ થી નેગોસિએબલ એક્ટ હેઠળ ચાલતા કેસમા વોરંટ ઈસ્યુ થયા બાદ પણ હાજર રહેતો ન હોવાથી કોર્ટે દોષિત ઠેરવી તેના વિરૂધ્ધ ચાલતા ફોજદારી કેસ મા જેલ મા ધકેલવા માટે ફરતુ વોરંટ ઈસ્યુ કરતા ટંંકારા પોલીસે તેની ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામ ના મહેશ મગન વામજા વિરૂધ્ધ રાજકોટ કોર્ટમા ફોજદારી કેસ નં. ૩૬૪૫ વર્ષ ૨૦૧૯ થી કેસ ચાલતો હોય કેસ ચાલી ગયા બાદ કોર્ટે મહેશ ને ધી નેગોશીયલ ઈન્સ.એકટની કલમ-૧૩૮ મા તકસીરવાર ઠેરવી સજા ફરમાવી હતી. જે વખતે ગુનેગાર કોર્ટમા હાજર ન હોવાથી કોર્ટે વોરંટ ઈસ્યુ કરી જેલહવાલે થવા હુકમ ફરમાવ્યા હોવા છતા આરોપી જેલહવાલે થતો ન હોવાથી કોર્ટે ફરતુ વોરંટ ઈસ્યુ કરતા ટંંકારા પોલીસે કોર્ટ ના આદેશ ની અવગણના કરનારા શખ્સને લજાઈ થી દબોચી લઈ કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે આરોપીને રાજકોટ ખાતે મધ્યસ્થ જેલહવાલે કરવાનો આદેશ કરતા ટંંકારા પોલીસે આરોપીને રાજકોટ જેલહવાલે કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.


