ટંકારા ઓવરબ્રિજ નીચે બનેલા ગરનાળામા વરસાદી પાણી ભરાતા કોરોનાને આમંત્રણ 

Advertisement
Advertisement
પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ સાબિત થયા કાગળ
 તંત્રની ભાટાઈ ખુલ્લી પડી ગઈ, રાહદારીઓ કાદવ ખુંદી મહામુસીબતે પસાર થવા મજબુર.
ટંકારામા સીઝન ના પ્રથમ વરસાદે તંત્રની મોન્સુન કામગીરી ની પોલ ખોલી નાંખી હતી. શહેરના હાઈવે પર બનાવાયેલ ઓવરબ્રિજ નીચે બનાવાયેલ ગરનાળામા વરસાદી પાણી ભરાઈ જતા તળાવ ભરાઈ જતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહી છે. અહીંયા થી પસાર થનારાઓ ગંદકી ખુંદી ને માંદગી મા પટકાવાના ડરે મજબુરીવશ બની પસાર થઈ રહ્યા છે. તાકીદે સફાઈ કરી દવા છંટકાવ કરવા અને ગરનાળા ને સિમેન્ટ થી મઢી પાકો બનાવી સર્વિસ રોડ થી લેવલ ઉંચુ લેવા ગંદકી ખુંદતા રાહદારીઓ માથી માંગણી ઉઠી છે.
વિકાસ કામો ની પિપુડી વગાડતા શાસકો અને જવાબદાર તંત્ર દ્વારા પ્રિમોન્સુન ના બણંગા ફુંકાતા હોવાની પ્રતિતી નગરજનો કરી રહ્યા છે. ટંકારા શહેર મધ્યે થી પસાર થતા હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવાયો છે. હાઈવે ની બંને સાઈડ રહેણાંક ધંધા ફેલાયેલા હોવાથી ઓવરબ્રિજ નીચે રાહદારીઓ અને વાહનચાલકો ને પસાર થવા એમ.ડી. સોસાયટી સામે ગરનાળુ બનાવાયુ છે. પરંતુ સીઝન ના પ્રથમ વરસાદે જ જવાબદારો ના બણંગા ની પોલ ખોલી નાંખી હતી. ઓવરબ્રિજ નીચે બનેલુ ગરનાળુ બંને સાઈડ ના સર્વિસ રોડ થી નીચુ હોવાથી વરસાદી પાણી ગરનાળા મા ભરાઈ જવાથી હાઈવે ક્રોસ કરી નાળા નીચે પસાર થતા રાહદારીઓ અને ટુવ્હિલર ચાલકોને ગંદકી ખુંદી ને માંદગી ને આમંત્રણ આપી ફરજીયાત મજબુરીવશ કમને પસાર થવુ પડે છે. ગરનાળા મા પાણી ભરાવાથી કિચડ સાથે ગંદકી એટલી ફેલાઈ છે કે પસાર થનારાઓને નાકે ડુચો ભરાવી વિકલ્પ ન હોવાથી પસાર થવુ પડે છે. કાયમ નાની કામગીરી મા પણ ફોટાશેસન કરી કામગીરી કર્યા ની ફિસીયારી ઠોકતુ આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપેક્ષા કરતુ હોવાનુ સ્પષ્ટ થયુ છે. વર્તમાન સમયે કોરોના હાવી થઈ રહ્યો છે. ત્યારે કાદવ કીચડ ના સામ્રાજ્ય થી કોરોના જેવી બિમારીઓ ફેલાવાની શક્યતા વધી હોવા છતા હાઈવે કાંઠાઓ તથા હાઈવે નીચે ના નાળાઓ તાત્કાલિક ઝુંબેશ ચલાવી સાફ સુથરા કરવા ગંદકી ખુંદતા નગરજનો માથી માંગણી ઉઠી છે.
———————————————————————————–
ગરનાળા ને ફરતે પાઈપ જડી લેવાયા ત્યારે ઉઠેલા વિરોધ ને નજર અંદાજ કરાયા નુ પરીણામ..
——————————————————————————–
અગાઉ હાઈવે ઓથોરિટી એ અકસ્માત ના બહાના બહાના ધરી પ્રજાજનો ના પગ ની કઢી થાય એવો મનસ્વી નિર્ણય કરી હાઈવે નીચેના ગરનાળા ફરતે લોખંડ ના પાઈપ જમીન મા જડી લઈ વાહનચાલકો ની આવનજાવન બંધ કરી હતી. ત્યારે જ લોકોએ વિરોધ કરી ગરનાળુ ઢોર વાડો બનવાની અને ગંદકી નુ સામ્રાજ્ય ફેલાવાની દહેશત વ્યકત કરી પ્રજાજનો ની સુવિધા માટે બનાવાયેલા ગરનાળા ને ખુલ્લુ રાખી ચહલપહલ રહેશે તો ગંદકી નહીં થાય એવી સાચી રજુઆતો પણ તંત્ર ના બહેરા કાને સાંભળી નહોતી. આ માટે લોકો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચુંટેલા ધારાસભ્ય પાસે પણ યોગ્ય કરવા પોકારી પોકારી રજુઆતો કરી હતી. પરંતુ ધારાસભ્ય બની ગયા બાદ લોકહિત વિસરેલા ધારાસભ્યે પણ પ્રજાને ખો આપવા સિવાય કાંઈ ઉકાળ્યુ નહોતુ.