હળવદ પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૧૧૧૮૯૦૦૧૨૪૦૭૦૦/૨૦૨૪ એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (સી), ૨૯ જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૨/૨૫ ના કામે ૭૯ ગ્રામ ૬૮ મી. ગ્રામ એમ. ડી. પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) કેસમાં આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી ને જામીન ૫૨ છુટકારો
બનાવની ટુંકમાં વિગત એવી છે કે હળવદ પોલીસે ૭૯ ગ્રામ ૬૮ મી. ગ્રામ એમ. ડી. પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી રહે. શ્રી રામ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૪, ત્રાજપર ચાર રસ્તા પાસે, એસારના પેટ્રોલ પંપ પાસે, મોરબી વાળા ને હળવદ પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૧૧૧૮૯૦૦૧૨૪૦૭૦૦/૨૦૨૪ જેના એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. સેશન્સ કોર્ટ માં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી ની જામીન અરજી કરતા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી કે. આર. પંડયા સાહેબ શ્રી એ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી ને રૂા. ૧૫,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.



