ટંકારા ખાતે કાર્યરત બ્રહ્માકુમારી સંસ્થા ને વર્ષ પૂર્ણ થતા વાર્ષિકોત્સવ ઉજવાયો.

Advertisement
Advertisement
ટંકારા ખાતે બ્રહ્માકુમારી સંસ્થા ના ઝોન ડાયરેક્ટર ભારતીદીદી ની પ્રેરણાથી સ્થપાયેલા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ને એક વર્ષ પૂર્ણ થતા વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
વાર્ષિક ઉત્સવ પ્રસંગે વિતેલા વર્ષ દરમિયાન કેન્દ્ર દ્વારા કરાયેલા આધ્યાત્મિક કાર્યો નુ મુલ્યાંકન કરવામા આવ્યુ હતુ અને આધ્યાત્મિક પથ પર આગળ વધવા સાથે સ્વચ્છતા, તનાવમુક્ત જીવન અને મન ની શાંતિ માટે શાંત ચિત્તે પ્રભુ પ્રાર્થના સહિતની પ્રવૃત્તિઓનુ આલેખન કરવામાં આવ્યુ હતુ. બ્રહ્માકુમારી શાખા એક પવિત્ર સાધના નુ ઉત્તમ સ્થાન અને સર્વશક્તિવાન સાથે જોડાણ કરતુ પવિત્ર કેન્દ્ર હોવાની સવિસ્તાર સમજ રાજયોગની બ્રહ્માકુમારી રેખાબેન દ્વારા આપવામા આવી હતી. આ પ્રસંગે ડો.વી.બી. ચીખલીયા, વિનુભાઈ દેત્રોજા, દલસુખભાઈ બોડા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની પૂર્ણાહુતિ પૂર્વે અમદાવાદ પ્લેન ક્રેશ ની આકસ્મિક દુર્ઘટનામા જે હતભાગી લોકો ના દેહ ત્યાગ થયા છે. એ તમામ મૃતાત્માઓને મૌન શ્રધ્ધાંજલિ પાઠવી ને સદગતિ માટે સમુહ પ્રાર્થના કરવામા આવી હતી.