
ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ કારખાનામા મજુરીકામ કરતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાની નોંધાયેલી ફરીયાદ થી પોલીસે ખાનગી રાહે આદરેલી તપાસમા અપહરણ કરનારો યુવાન રાજસ્થાન ના પાલી જીલ્લા મા હોવાના સગડ મળતા પોલીસે પરપ્રાંત મા છાપો મારી યુવાન સહિત મદદ કરનારા શખ્સને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા પોલીસ થાણે થી જાણવા મળેલી હકીકત મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિર રોડ ઉપર આવેલ પવનસુત નામના કારખાનામા લેબર કામ કરતી સગીરા નુ અપહરણ થયાની ફરીયાદ સગીરાના પિતાએ કરી હતી. જેમા, ખંભાળીયા તાલુકાના કોટડીયા ગામનો ભાવેશ વજસી ચાવડા અપહરણ કરી ગયા ની હકીકત કહી હતી. બનાવની ફરીયાદ થી હરકતમા આવેલી પોલીસ ને સચોટ સગડ મળ્યા હતા કે, અપહરણ કરનારો યુવાન સગીરાને રાજસ્થાન રાજ્યના પાલી જીલ્લા ના ખિવાડા ગામે લઈ ગયા બાદ ત્યા હાલ મજુરીકામ કરી રહ્યો છે. પોલીસ બાતમી મળતા પરપ્રાંત પહોંચી ખિવાડાથી સગીરાને લલચાવી ફોસલાવી લઈ જનારા ભાવેશ અને સગીરાને શોધી કાઢી પકડી પાડયા બાદ ટંકારા પોલીસ સ્ટેશને લાવી આગવી ઢબે પુછતાછ કરતા તેના કોટડીયા ગામ ના ગોરધન ઉર્ફે રાહુલ પ્રવિણ ચાવડા એ મદદગારી કરી હોવાનુ જણાવતા પોલીસે જામખંભાળિયા ના કોટડીયા ગામેથી અપહરણ ના બનાવની સહ ગુનેગાર ને પકડી પાડી બંને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, પોલીસે સગીરાને બાળ મજુર તરીકે કામે રાખનારા કારખાનેદાર વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરી હોવાનુ જાણવા મળ્યુ નથી.


