સોમવારે રાત્રે પાંચ ઈંચ પડેલા વરસાદમા માલધારી ના ઘરમા પાણી ઘુસ્યા, મંગળવારે દિવસ દરમિયાન વધુ એક ઈંચ

ભારે ઉકળાટ બાદ ઓણ સાલ વહેલા આવી પહોંચેલા મેઘરાજાએ બોણી મા જ ટ્વેન્ટી સ્ટાઈલમા તાલુકાને ધમરોળી જગ ના તાત સહિત તમામ લોકોને ખુશખુશાલ કરી દીધા હતા. સોમવારે રાત્રે શરૂ થયેલી મેઘમહેર એ સટાસટી બોલાવી એક રાત મા જ પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. બીજે દિવસે દિવસ દરમિયાન વધુ એક ઈંચ સાથે બે દિવસ મા છ ઈંચ વરસાદે અચાનક વાતાવરણ પલ્ટી નાંખ્યુ હતુ અને ઠંડક પ્રસરાવી દીધી હતી. જોકે, અચાનક પડેલા સિઝન ના પ્રથમ વરસાદે શહેરના માલધારી પરીવાર ના ઘર મા વરસાદી પાણી ઘુસી જતા પરીવાર રાત ભર પરેશાન થયો હતો.
આ વખતે ઉનાળો ભારે આકરો તપ્યો હોવાથી ભારે ઉકળાટ થી જીવ માત્ર તોબા પોકારી ઉઠ્યા હતા અને બફારાથી મેઘસવારી આવી પહોંચવાના એંધાણ વરતાતા હતા અને એંધાણ પ્રમાણે રાજયમા અઠવાડીયા અગાઉ મેઘરાજા આવી પહોંચ્યા હતા. સોમવારે મોડી રાત્રે ટંંકારા પંથકમાં મેઘસવારી આવી પહોંચી હતી અને ટ્વેન્ટી સ્ટાઈલમા એક જ રાતમાં સટાસટી બોલાવી પાંચ ઈંચ (૧૨૫ મીમી) વરસાદ પડી ગયા બાદ મંગળવારે સવારથી જ સુર્યનારાયણ દાદા રજા ઉપર હોય એવા દ્શ્ય થી વાતાવરણ ગોરંભાયેલુ રહેતા લોકો પામી ગયા હતા કે, મેઘરાજા નો મુકામ હજુ અહીંયા જ છે. દિવસ દરમિયાન ઘડીક આક્રમક ઝલક બતાવી ધીમીધારે રાત્રે આઠ વાગ્યા સુધીમા વધુ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ, સતત બે દિવસ મા પંથકને ધમરોળી સિઝન ની શરૂઆત મા જ છ ઈંચ (૧૪૯ મીમી) વરસાદ પડ્યો હતો. જોકે, સોમવારે મોડીરાત્રે ઓચિંતા વાતાવરણ પલટાયા બાદ મેઘરાજા એ સટાસટી બોલાવતા શહેરના જીવાપરા વિસ્તારમા રહેતા ઘુસાભાઈ ભરવાડના ઘર મા પાણી ઘુસી જતા આખો પરીવાર આખી રાત પાણી ઉલેચવા મજબુર બન્યો હતો. માલધારી નુ મકાન રસ્તા થી નિચાણે હોવાથી પાણીમા ઘરવખરી સહિત સામાન ઘર મા તરવા લાગતા પલળી ગઈ હતી. મેઘરાજા એ સમગ્ર જીલ્લા મા મનમુકીને હેત વરસાવ્યુ હતુ.


