ફરીયાદ પછી સ્ટેટ્સ સિમ્બોલ ગણાતી કાર નો ‘માલિક મજુર’ ની ફની કોમેન્ટો જાહેરમા ચર્ચાઈ રહી છે.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ નજીક મર્સિડિઝ કાર ને ટ્રકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની કાર ચાલકે ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ અકસ્માત ના બનાવની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે, મર્સિડિઝ કાર સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. અને અકસ્માતનો ભોગ બનેલી મર્સિડિઝ કાર નો માલિક ફરીયાદ મા મજુરીકામ કરતો હોવાનુ જણાવી રહ્યો છે ત્યારે સો મણ નો સવાલ એ છે કે, ખરેખર શ્રમિક વ્યક્તિ પાસે મર્સિડિઝ કાર હોવાથી આશ્ર્ચર્ય થાય એ સ્વાભાવિક છે.
અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગત અનુસાર ટંકારાના પીડબ્લ્યુડીના મકાન પાછળ રહેતા રજાક હસન મકવાણા નામના ઈસમે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદમા પોતે મજુરીકામ કરે છે. અને ગત મંગળવારે રાત્રે પોતાની તબિયત બગડતા પોતાની મર્સિડિઝ કાર નંબર જીજે – 12 – બીએન – 3576 લઈ મિત્ર સંગાથે રાજકોટ દવા લેવા માટે જઈ રહ્યા હતા એ વખતે મર્સિડિઝ કાર ની પાછળ ધસી આવેલા ટ્રકના ચાલકે ટ્રક અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતે પોતાના સહિત મિત્ર ને સદનસીબે ઈજા પહોંચી નહોતી પરંતુ કારમા નુકશાન થયુ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, મજુરીકામ કરતા ફરીયાદી ઈસમ એટલો સધ્ધર કેવી રીતે થયો કે એ શ્રમ કરતા મર્સિડિઝ કાર ખરીદી શક્યો આ મુદ્દે અચરજ સાથે તપાસ નો વિષય થવો સ્વાભાવિક છે. ફરીયાદી ઉપર અગાઉ ગેરકાયદેસર હથિયાર અને દારૂ ના વેચાણ સહિત ના ગુન્હા સ્થાનિક થાણા મા જ નોંધાયા હોવાનુ લોકમુખે જાહેરમા ચર્ચાઈ રહ્યુ છે.