મહિના મા જ અડધાથી વધુ મઢાયેલા માર્ગ માથી ભ્રષ્ટાચાર ના કાંકરા ઉડવા લાગ્યા


ટંકારામા વિકાસ કામો ની પિપુડી વગાડી શહેરમા પ્રવેશવાના મુખ્ય પ્રવેશ માર્ગ ગણાતા નગરનાકા રોડને સિમેન્ટ રોડ બનાવવા માટે ધારાસભ્યએ મોટા ઉપાડે ખાતમુહુર્ત કર્યુ હતુ એ માર્ગ અડધો બનાવી અધુરો છોડી દેવાયો હોવાતા નગર મા કોલાહલ મચી છે. જોકે, જે અડધાથી વધુ સિમેન્ટ ના પેપરથી મઢાયો છે એ નવા બનેલા રોડપર થી ભ્રષ્ટાચાર ના કાંકરા ઉડવા માંડતા બનેલા માર્ગ ના કામમાં પણ સિમેન્ટ સાથે ભ્રષ્ટાચાર ભળ્યો હોવાની ચાડી ખાઈ રહ્યો હોવાની માંગણી સાથે અધુરૂ કામ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા લોકો બરાડા પાડી માંગણી કરી રહ્યા છે.
ટંકારા નગરપાલિકા અસ્તિત્વમા આવ્યા બાદ વિકાસ કામો ની વણજાર ચલાવવા ના બણગા ફુંકી શહેરમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ માર્ગ ગણાતા નગરનાકા રોડને સિમેન્ટ થી મઢી ને હિરોઈન ના ગાલ જેવા બનાવવાની શેખી મારી પ્રથમ વિકાસ કામ નુ ખાતમુહુર્ત ધારાસભ્ય દ્વારા કરતી વખતે સત્તાપક્ષ ના સ્થાનિક આગેવાનો સાથે ફોટા સેશન ના નાટકો પણ થયા હતા. પરંતુ નગર દરવાજા થી મેઈન બજારને જોડતો રોડ બનાવવાની શરૂઆત ગતિ મા કરી મહિના વિત્યા પછી પણ છેલ્લા ઘણા સમયથી ઠપ્પ થઈ પડયુ છે. અહીંયા સિમેન્ટ રોડ અડધાથી વધુ બન્યા બાદ કોન્ટ્રાકટર કે સત્તાવાળાઓ કોઈ ફરકતુ પણ નથી. અને જેટલુ કામ થયુ છે. એમાંથી સિમેન્ટમાથી છુટા પડી કાંકરી અને કાંકરા રોડમાથી ભોડા કાઢી રહ્યા હોવાથી નગરજનો સિમેન્ટ સાથે ભ્રષ્ટાચાર ની મિલાવટ થયાની કાનફાડ કોલાહલ કરી રહ્યા છે. અહીંયા થી પસાર થનારાઓ રોષ ઠાલવી વિકાસ કામ ને સારી ભાષામા લોટ પાણી લાકડા જેવા કામ ને બિરદાવી રહ્યા છે. નવા મઢેલા માર્ગ ને વધુ તુટતો બચાવવા મરામત કરવા અને તુટી રહેલી રોડ ની વાહનચાલકો ની કમર તોડતી કટ ને પાલીસ કરી અધુરૂ કામ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા લોકો બરાડા પાડી માંગણી ઉઠાવી રહ્યા છે. ઉપરાંત, હાઈવે અને નગરનાકા રોડ ના કોર્નર પર આવેલ પોલીસ સ્ટેશન ની દિવાલે રોડ કાંઠે પસાર થનારા ઓને ચકર આવી જાય એવી ભયંકર દુર્ગંધ આવતી બદબુ ફેલાવતા ગંદકી નુ દ્શ્ય નર્કાગાર ની પ્રતિતિ કરાવી રહી છે. નગર દરવાજા બહાર ખાસ લોકો ના ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દુર કરી ઉગેલા જંગલ જેવા ઝાડી ઝાંખરા હટાવવા સમાજ મા શાંત ગણાતા સભ્ય સમાજમાથી પ્રબળ માંગણી ઉઠી છે. જોકે, બુમરાણ પડતી હોવાની બાબતને ખુદ ચિફ ઓફિસર પણ સમર્થન આપ્યુ હોવાનુ રજુઆત કરનારા જણાવીને સસ્તી પ્રસિધ્ધિ માટે દોડતા રાજકીય દેડકાઓને કોષી રહ્યા હતા.