લજાઈ મા સરપંચ અને અન્ય ગામડે સભ્યો માટે ચુંટણી યોજાશે.
રાજ્યમા આગામી ૨૫ મી એ યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ ગણાતી ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાનાર છે. જેમા, ટંકારા તાલુકાના 24 ગામડાઓની સામાન્ય અને પેટા ચુંટણી ના ફોર્મ પરત ખેંચવાની અવધિ પુરી થયા બાદ ચિત્ર સ્પષ્ટ થયુ છે. જેમા, લજાઈ ગામે સરપંચ પદ માટે ભરાયેલા પાંચ ફોર્મ પૈકી ના બે ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચી લેતા હવે અહીંયા ત્રણ ઉમેદવારો વચ્ચે સરપંચ પદ માટે ચુંટણી જંગ ખેલાશે. જ્યારે સભ્યપદ માટે 11 ઉમેદવારો પૈકી બે ઉમેદવારો ખસી જતા સભ્યો બિનહરીફ જાહેર થઈ ચુકયા હોવાથી માત્ર સરપંચ માટે ચુંટણી યોજાશે.
ઉપરાંત, તાલુકાના ગજડી ગામે સરપંચપદે માત્ર એક અને સભ્યપદ માટે આઠ ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી. અહીંયા ગ્રામ પંચાયત ના હોદ્દેદારો ની સ્ટ્રેન્થ મુજબ હોવાથી અહીંયા ચુંટણી ટળી હતી. અને ગજડી ગ્રામ પંચાયત સમરસ જાહેર થયુ છે . જ્યારે, જબલપુર ગામે સરપંચના હોદ્દા માટે માત્ર એક જ દાવેદાર હોવાથી સરપંચ બિનહરીફ જાહેર થઈ ચુક્યા હતા. જોકે, સભ્યપદે ખેંચતાણ ના અંતે વોર્ડ નંબર 2 અને 8 ના ઉમેદવાર ના ફોર્મ ચકાસણી મા રદ થતા હવે અહીયા વોર્ડ નંબર 3, 5, 6,7 એમ ચાર વોર્ડ સભ્યો માટે ચુંટણી યોજાશે અને મતદાન થશે .તો હરીપર, લખધીરગઢ અને વિરવાવમા સરપંચપદે એક-એક ફોર્મ ભરાયા હોવાથી બિનહરીફ જાહેર થયા છે . જ્યારે છતર, નેકનામ અને સજનપર ગામે સભ્યપદ માટે એક-એક ફોર્મ ભરાયા હોય એ સભ્યો બિન હરીફ જાહેર થયા છે. એ સિવાયના ગામડાઓમાં કોઈએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી ચુંટણી ટળી હતી અને એ ગામડાની બેઠકો ફરી વધુ એક વખત ખાલી રહેશે.