અગાઉ ત્રણ શખ્સો ને પકડી જેલહવાલે કરાયા હતા.

પખવાડીયા પૂર્વે ટંકારા નજીક હાઈવે પર આંગડીયા પેઢીની કાર ને આંતરી રૂપિયા ૯૦ લાખ ની ધોળા દિવસે લુંટ કરવા ના પ્રકરણમા પોલીસે નાકાબંધી કરી ગણતરીના કલાકોમા બે શખ્સોને પકડી પાડયા બાદ ત્રીજા સ્થાનિક કારખાનેદાર શખ્સને પકડી જેલ હવાલે કર્યા હતા. અને ભાગેડુ ઓને શોધવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન લુંટ મા સામેલ ચોથા શખ્સને પાલિતાણા તાલુકાના આશ્રમેથી લુંટ ના રૂપિયા એક લાખ રોકડા સાથે દબોચી લઈ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા નજીક ગત તા. ૨૧ મી મે એ ધોળા દિવસે આંગળીયા ની કાર સાથે અકસ્માત સર્જી રૂપિયા ૯૦ લાખ ની લુંટ કરવાના પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી તાબડતોબ હરકત મા આવીને ગણતરીના કલાકોમા ભાવનગર ના ભરવાડ અભિ લાલા અલગોતર અને અભિજીત ભાવેશ ભાર્ગવ નામના બે શખ્સોને લતીપર હાઈવે પર થી હિરાપર નજીક થી દબોચી લીધા બાદ તેની કબુલાત આધારે લુંટ મા સામેલ ત્રીજો શખ્સ ટંકારાના લખધીરગઢ ગામનો કારખાનેદાર દિગ્વિજય અમરસી ઢેઢી ને પોલીસે પકડી પાડયા બાદ ત્રણેય ને જેલહવાલે કરાયા હતા. દરમિયાન પોલીસ ને લુંટ મા સામેલ ભાવનગર જીલ્લાના આંજણાસર ગામનો હિતેષ પાંચા ચાવડા પાલિતાણા તાલુકા ના દુધાળા ગામની સીમમા આવેલ વિજાબાપા આશ્રમે આવ્યો હોવાની સચોટ બાતમી મળતા ટંકારાના પોલીસ ઈન્સ્પેકટર છાસીયાએ બે ટીમ બનાવી આશ્રમે ત્રાટકી ત્યાથી લુંટ ના રૂપિયા એક લાખ રોકડા સાથે દબોચી લઈ ટંકારા લઈ આવી વધુ વિગતો ઓકાવવા રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસ ના હાથે ઝલાયેલા લુંટ પ્રકરણના ચોથા શખ્સ હિતેષે પોલીસ સમક્ષ પોપટ બની કબુલાત આપતા જણાવ્યુ હતુ કે, લુંટ પૂર્વે પોતે ઉપરાંત, લુંટ મા સામેલ મિત્રો પરેશ જોગરાણા, દર્શિલ બોલીયા અને અન્ય એક મિત્ર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા એ વખતે અલ્પેશ પરમાર અને કાના આહિરે ફોન કરી રાજકોટ થી દરરોજ મોરબી જતી આંગડીયા કાર મા મોટી રોકડ ની હેરફેર થતી હોય લુંટ કરવા માહિતી આપી લોકેશન પણ મોકલ્યુ હતુ. જેથી, પોતે, પરેશ અને દર્શિલ તાબડતોબ ગત ૧૯ મી એ ટંકારા દિગ્વિજય ના કારખાને પહોંચ્યા હતા. અહીંયા અલ્પેશ અને કાના સહિતનાએ પ્લાન બનાવી રેકી કરી અભિ અલગોતર, અભિજીત ભાર્ગવ, નિકુલ અલગોતરને સામેલ કરી તમામે લુંટ ને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી.