ટંકારામા પાંચ દિવસે પિવાના પાણી મામલે ટોળુ પાલિકાએ ધસી જઈ આક્રોશ ઠાલવ્યો, ધારાસભ્યની ઉકેલ ની ખાતરી.

Advertisement
Advertisement
નર્મદાના નીર બારોબાર ઈન્દ્રપ્રસ્થ સોસાયટી મા ભૂતિયા માર્ગે વહી જતા લોકો વિફર્યા.
ટંકારા શહેર છતે પાણીએ કાળઝાળ ઉનાળાના દિવસોમા છેલ્લા ઘણા સમયથી પાણી માટે બોકાસા પાડી પાલીકા એ તડાપીટ બોલાવતા નગરપાલિકાના વોટરવર્કસ સ્ટાફ હરક્ત મા આવી ગત ભૂતિયા નળ જોડાણ ચેકીંગ હાથ ધરતા શહેરના લતીપર રોડ પર તાલુકા પંચાયત સામે વિકસેલી ઈન્દ્રપ્રસ્થ -૩ સોસાયટીમા બિલ્ડરો એ રાજકીય જોરે મોરબી થી જામનગર જતી નર્મદા ની મુખ્ય પાઈપલાઈન માથી ટંકારા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી લાઈનમા ભંગાણ કરી ગેરકાયદેસર ૩ ઈંચ નુ ડાયરેક્ટ જોડાણ લઈ લાંબા સમયથી પાણી ચોરી કરી રહ્યાનુ પકડી પાડતા નગરજનોમા ભારે રોષ જન્મ્યો હતો. અને બુધવારે ટોળુ નગરપાલિકાએ ધસી જઈ ધારાસભ્ય ની હાજરીમા પાણી માટે આક્રોશ ઠાલવી ઉગ્ર રજુઆત કરતા ધારાસભ્યે સમય વર્તી પાલિકા વતી મધ્યસ્થી કરી ડાયરેક્ટ જોડાણ કાપવા અને પાણી ચોરી કરતી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી ને અન્ય પાણી પુરવઠા ની લાઈન મા જોડવાની ખાત્રી આપતા હાલ મામલો થાળે પડ્યો હતો. જોકે, ભૂતિયા જોડાણ કાપવામા મેલી રાજરમત થશે તો સાંખી નહીં લેવા ની ચિમકી રમેશ રબારી એ ઉચ્ચારી હતી.
ટંકારામા છેલ્લા ઘણા સમયથી પાણી માટે લોકો રીતસર વલખી રહ્યા છે. તેમા, હાલ ઉનાળાની કાળઝાળ સિઝન હોવાથી પાણી નો વપરાશ વધવો સ્વભાવિક છે. તેમ છતા છતે પાણીએ આખા નગરમા પાંચ -છ દિવસે એક વખત માત્ર ૩૦ મિનીટ પાણી અપુરતા ફોર્સ થી મળતુ હોવાથી દરરોજ ની પ્રજાજનો નગરપાલિકા કચેરી એ કાગારોળ મચાવી રહેતા હોવાથી અધિકારી ચોંકી ઉઠી વોટરવર્કસ સ્ટાફ ને ચેકીંગ હાથ ધરવાની સુચના આપતા શહેરના લતીપર રોડ પર તાલુકા પંચાયત સામે વિકસેલી ઈન્દ્રપ્રસ્થ -૩ સોસાયટી માથી પસાર થતી મોરબી થી જામનગર જતી નર્મદા ની પાઈપલાઈન મા એરવાલ્વ પાસેથી ટંકારા શહેરને પાણી વિતરણ કરતી મુખ્ય પાઈપલાઈન મા ભંગાણ કરી ગેરકાયદેસર રીતે બાકોરૂ પાડી સોસાયટી ના બિલ્ડરો એ રાજકીય જોરે ગેરકાયદેસર સીધુ જોડાણ લઈ લીધુ હોવાનુ અને અહીંયા પાણી ચોરી થતી હોવાનો મામલો ગત ગુરૂવારે પ્રકાશમા આવતા લોકો ધુંધવાયા હતા. એ ટાંકણે બુધવારે ધારાસભ્ય નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હોવાની ખબર પડતા પ્રજાજનોનુ ટોળુ નગરપાલિકાએ ધસી જઈ પિવાના પાણી મામલે ભારે રોષ ઠાલવી ઉગ્ર રજુઆત કરી ભૂતિયા જોડાણ ધરાવનારા પહોંચેલા લોકો બેફામ પાણી ચોરી કરી રહ્યા છે. જ્યારે ગામ મા પાણી ના ફાંફા હોવાની આક્રોશ ભરી વેદના શહેરના એડવોકેટ અતુલ ત્રિવેદી, રમેશ રબારી, કાનાભાઈ ત્રિવેદી, ભાવિન સેજપાલ, ગંગારામ ભાગીયા,  અક્ષય કટારીયા સહિતનાઓએ વ્યક્ત કરતા સ્થાનિક ધારાસભ્ય દુલાભાઈ દેથરીયાએ મધ્યસ્થી કરી પાલિકા વતી ભૂતિયા જોડાણ કાપવાની ખાતરી આપી જયા પાણી ચોરી નો મુદ્દો છે તે સોસાયટી વિસ્તાર ને હિરાપર સંપ થી અન્ય ગ્રામ્ય વિસ્તારને સપ્લાય થતી લાઈનમાથી પાણી આપવા નુ કહેતા હાલ મામલો થાળે પડાયો હતો. જોકે, કમીટમેન્ટ મા મામકાવાદ થશે તો સાંખી નહીં લેવાની ચિમકી ટંકારાના જાગૃત નાગરીક રમેશ રબારી એ મિડીયા સમક્ષ ઉચ્ચારી હતી.