
મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે પર ટંકારા નજીક રીક્ષા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા મોરબીના એક જ પરીવાર ના ચાર વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.
મોરબીના કાલિકા પ્લોટમા રહેતા લીલાબેન કિશોરભાઈ કણસાગરીયા તેમના પરીવારના પુત્ર અમર, પુત્રવધુ શોભનાબેન, પૌત્ર રાજ સહિતના ચારેય વ્યક્તિઓ મોરબીથી રીક્ષા નં. જીજે ૦૩ બીએક્સ ૯૫૦૦ મા મુસાફરી કરી ને કોઈ કામ સબબ રાજકોટ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે પર ટંકારા થી બે કીમી દુર ખજુરા હોટલ નજીક આગળ જતી બોલેરો જીપ નં. જીજે ૩૬ વી ૬૧૬૫ સાથે રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા હાઈવે ચીચીયારીઓથી ગુંજી ઉઠતા આસપાસના લોકો બનાવ સ્થળે દોડી ગયા હતા. અને રીક્ષામા સવાર તમામ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા ૧૦૮ ની મદદથી મદદથી ટંકારા હોસ્પિટલ ખસેડાયા હતા. અહીંયા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયા હતા.જોકે, તમામ ઈજાગ્રસ્તો ભયમુક્ત હોવાનુ જાણવા મળેલ હતુ. સદનસીબે જાનહાની ટળી હતી.