ટંકારા તાલુકાના લજાઈ નજીક હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પર આવેલા ગ્રાહક અને હોટલ ના સ્ટાફ વચ્ચે બઘડાટી બોલી જતા લાકડીઓ ઉડી હોવાનુ સામે આવ્યુ છે. જેમા, ટેબલ ખુરશી સહિતનો સામાન ફેંકી હંગામો મચી જવા પામી હતી. જોકે ,હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી. પરંતુ બે થી વધુ ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હોવાનુ જાણવા મળેલ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક મોરબી હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પર કોઈ મુદ્દે હોટલ મેનેજમેન્ટ સ્ટાફ અને ગ્રાહક પક્ષના ચાર પાંચ યુવાનો વચ્ચે બઘડાટી બોલી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમા, જાણવા મળ્યા પ્રમાણે યુવાનો ભેગા થઈ હોટલે ગયા બાદ રૂમ ભાડે રાખવા મુદ્દે ડખ્ખો થયાની ચર્ચા છે. શરૂઆતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને છુટા હાથે મારામારી બાદ ધોકા લાકડીઓનો છુટ થી ઉપયોગ થયો હતો અને હોટલ ના ટેબલ ખુરશી સામસામે ઉછળ્યા હતા. બનાવ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી પરંતુ બે થી વધુ ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળે છે. હોટલ પર બઘડાટી મા ટંકારાના યુવાનો હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ છે.