અમુક વિસ્તારોમા કાયમ મધરાતે પિવાના પાણી ના વાલ્વ ખોલવામા આવતા આખા પરીવારને ઉજાગરા થવા ની ફરીયાદ.
————————————————————————————-
પંદર દિવસ પૂર્વે નિમાયેલા ચિફ ઓફિસર પાણી ની પરોજણનો અભ્યાસ કરવા પહોંચ્યા હિરાપર ગામે આવેલા પાણીના સંપ પર

ટંકારા શહેરમા પાણી ની વિતરણ વ્યવસ્થા કાયમ અસ્તવ્યસ્ત હોય છે. અહીંયા ઉનાળાના કાળઝાળ ગરમીના દિવસોમા દરરોજ પાંચ દિવસે એક વખત અને એ પણ માત્ર ૩૦ મિનીટ પાણી વિતરણ થતુ હોવાથી નગરજનો રીતસર કાળઝાળ ગરમીમા ભારે વલખા મારી રહ્યા ની રાવ ઉઠી છે. અહીંયા કેટલાક વિસ્તારોમા મધરાતે પિવાનુ પાણી વિતરણ થતુ હોવાથી મહિલાઓ સાથે આખા પરીવારને પાણી માટે રાત ઉજાગરા કરવા પડે છે. આ મુદ્દે શહેરના સામાજીક કાર્યકરે પાલિકાને લેખિત રાવ કરી પાણી માટે પોકાર પાડ્યો હોવા છતા હજુ સુધી કોઈ નિવેડો ન આવતા નગરજનો પાણી પ્રશ્ને આકુળવ્યાકુળ થઈ રોષ ઠાલવી રહ્યા છે.
ટંકારામા હાલ નગરપાલિકા કાર્યરત છે. પરંતુ અહીંયા પાણી વિતરણ વ્યવસ્થા પર કોઈ નિયંત્રણ ન હોવાથી દરરોજ દરેક વિસ્તારમાં પાંચ દિવસે એક વખત પાણી વિતરણ થાય છે. એમાયે, શહેરના અમુક વિસ્તારોમા કાયમ મધરાતે બે વાગ્યે પાણીના વાલ્વ ખોલવામા આવતા હોવાથી ગૃહિણીઓ સહિત પરીવારના દરેક સભ્યો ને પાણી નો વારો હોય એ દિવસે રાત ઉજાગરો થવાથી બીજે દિવસે નોકરી ધંધામાં ફરજીયાત રજા રાખવી પડે છે. લોકો ને પણ પાંચ દિવસે ૩૦ મિનીટ માંડ પિવાનુ અપુરતુ પાણી મળતુ હોવાથી નગર મા રઝળપાટ કરતી ગાય ઉપરાંત ઘરેલુ પશુઓ રીતસર પાણી માટે વલખા મારી રહ્યા હોવાના દ્શ્યો જોવા મળે છે. જીવમાત્રની પ્રાથમિક જરૂરિયાત પિવાનુ પાણી હોય છે. તરસ છીપાવવા મથી રહેલા લોકો શરૂઆતે ઉપરથી કયાંક પાઈપ લાઇનમા ફોલ્ટ હશે તેવુ માનીને પાણી આવી જશે ના આશ્ર્વાસન જાતે જ એકબીજાને આપતા હતા. પરંતુ સમય જતા વિતરણ વ્યવસ્થા કાયમ અસ્તવ્યસ્ત હોવાનુ કોઠે પાડી લીધુ હતુ. પરંતુ વર્તમાન ઉનાળા ના કાળઝાળ ગરમી ના દિવસો મા અપુરતા પાણી થી જીવ માત્ર આકરા તાપ મા આકુળ વ્યાકુળ થઈ પાણી ના બુંદ માટે વલખી રહ્યા છે. આ અંગે ટંકારાના સામાજીક કાર્યકર ભાવિન સેજપાલે નગરપાલિકા ને લેખિત રાવ કરી હતી. પરંતુ તેની કોઈ અસર થયાનુ ન જણાતા દિવ્યભાસ્કર સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યુ હતુ કે, દયાનંદ જન્મભૂમિ ના નગરની ૨૫ હજાર ની ઉપરાંત, પશુપાલકોના આંગણા ના ઘરેલુ પશુ અને રસ્તે રઝળપાટ કરતી ગૌમાતા સહિતના પશુઓ પાણીની પરોજણ થી ભારે વ્યાકુળ હોવાની સ્થિતિમા તમામ લોકો વ્યથિત છે.આર્થિક સધ્ધર લોકો વેચાતા ટેન્કરો મંગાવીને ગાડુ ગબડાવે છે. પરંતુ નબળા અને મધ્યમવર્ગના પરિવારો ને વેચાતુ પાણી લઈ ગુજારો કરવો ભારે દુષ્કર બનવા લાગ્યો છે. ગામડાની પાણી ની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે. તેમ છતા નગરપાલિકા,વહીવટીતંત્ર, પાણીપુરવઠા વિભાગ કે કોઈ પોતાની જાતને રાજકીય નેતા તરીકે આંકતા નેતાઓ પાણી ની કાયમી કટોકટી દુર કરવા મુદ્દે નિષ્ક્રિય હોવાથી દયાનંદ નગરીની હાલત દોજખ ભરી હોવાનુ દ્શ્ય જોવા મળે છે.
———————————————————————————-
ઉનાળામા થોડીક મુશ્કેલી પડે છે, વ્યવસ્થા કરવા પ્રયત્નશીલ: ચિફ ઓફિસર.
———————————————————————————–
ટંકારાના તળ મા મીઠુ પાણુ નથી. અહીંયા કાયમ વર્ષોથી નર્મદા આધારીત પાઈપ લાઈન દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા છે. પોતે હજુ પંદર દિવસ પૂર્વે જ ટંકારા નિમણુંક પામ્યા હોય હજુ દરેક ક્ષેત્રે ભૌગોલિક પરિસ્થિતિ થી માહિતગાર થઈ રહ્યા છે. પાણી પ્રશ્ર્ન પોતાની સમક્ષ આવતા જ હાલ રવિવાર હોવા છતા ટંકારા ને જ્યાંથી પાણી મળે છે. એ નવ કિ.મી. દુર હિરાપર ગામ પાસે પાણી ના સંપ ઉપર પોતે પહોંચી તકલીફ નિવારવા અને તાગ મેળવવા આવ્યા છે. જોકે, જોજનો દુર નર્મદા નુ પાણી આવતુ હોવાથી ઉનાળામા થોડી મુશ્કેલી વધે, અહીંયા ઉનાળા મા થોડીક મુશ્કેલી વધે છે. તેમ છતા યોગ્ય ઉકેલ માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા મા આવશે.
@ દિનેશ ડામોર, ચિફ ઓફિસર – ટંકારા.