
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે સેવાકીય પ્રવૃતિ કરતા ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટંકારા તાલુકાના આર્થિક નબળી સ્થિતિ ના પરીવારના ગુજરાતી માધ્યમમા અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 ના સંતાનોને પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ ની સહાય કરવા ની જાહેરાત કરી છે. જરૂરીયાતમંદ પરીવારે ટ્રસ્ટ ના ગુગલ ફોર્મ મા અરજી કરવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે ટ્રસ્ટી રાજેશભાઈ ભટાસણા નો સાંજે ૬ થી ૯ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે.
ટંકારા તાલુકાના રહીશ આર્થિક નબળી સ્થિતિ ના પરીવાર હોય અને આર્થિક પરિસ્થિતિ ના કારણે બાળક ના ઉચ્ચ અભ્યાસ મા અવરોધ આવતો હોય એવા પરીવારના ધોરણ ૧૦ મા ૭૫ ટકા થી વધુ માર્કસ મેળવી ધો ૧૧ -૧૨ ના ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા શક્તિ હોય પરંતુ ભણતર માટે પહોંચી શકવા આશક્ત હોય એવા બાળકને પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ સહાય કરવા માટે ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાઠ્યપુસ્તકો ની સહાય કરવા ગુગલ લીંક
https://docs.google.com/forms/d/1RD89UNP2PBERNTqbv0hS3ADV0kCw6BLIG9OCug1i00o/viewform ઉપર તા. ૩૧ મે સુધી ફોર્મ ભરી મોકલવા તથા સરકારી શાળામા ભણતા હોય એવા જરૂરીયાતમંદ લોકોને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે નં. ૯૮૭૯૯ ૩૦૪૧૦ ઉપર સંપર્ક કરવા ટ્રસ્ટી રાજુભાઈ એ એક યાદી મા જણાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, રાજુભાઈ ભટાસણા એ કોરોના ના કપરા કાળમાં પંથકમાં માસ્ક, સેનિટાઈઝર સહિત ની ઢગલાબંધ કીટ વિતરણ કરી સંકટ સમયે ખૂબ મદદ કરી માનવધર્મ બજાવ્યો હતો.