
ટંકારાના ખેડુત રફીકભાઈ ભુંગર ની દિકરી સહીમ ધોરણ ૧૦ ની બોર્ડ એક્ઝામ મા ૯૬.૩૬ પી.આર. સાથે એમ.પી. દોશી હાઈસ્કુલ મા પ્રથમ ક્રમાંકે પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઈ શાળા તથા ભુંગર પરીવાર નુ ગૌરવ વધાર્યુ છે. સહીમ એ બેઝીક ગણીત અને સાયન્સ વિષય મા ૧૦૦ માથી ૯૯ માર્ક્સ મેળવી બંને સબ્જેકટ મા અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. સહીમે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેળવણી ના હિમાયતી ગણાતા મૂળ ટંકારાના જુના જમાના ના મગનલાલ દોશી એ આજથી ૬૫ વર્ષ પૂર્વે પોતાના ગામ અને પંથકના બાળકો નુ હિત વિચારી એ સમયે ગામ ના પાદરમાં શાળા સ્થાપી હતી એ શાળા આજે વટવૃક્ષ બની સરકારી અનુદાન થી ધમધમે છે. હાલ શાળા ના સંસ્થાપક નો પરીવાર મુંબઈ વસે છે. તેમ છતા તેઓની અને ત્રીજી પેઢી નો આજે પણ વતન પ્રત્યે લાગણી પ્રેમ અકબંધ છે.