મોરબીમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરી પિતાની પુણ્યતિથી ઉજવાશે

Advertisement
Advertisement

મોરબીમાં વસતા દવે પરિવાર દ્વારા ગ્રીન ચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. રાજેન્દ્રભાઈ નગીનદાસ દવેની પુણ્યતિથી નિમિતે તા. ૧૪ ના રોજ સાંજે ૫ કલાકે ગ્રીન ચોક મોરબી ખાતે ચકલીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવશે સ્વ. રાજેન્દ્રભાઈ દવેના પુત્ર ધ્વનિત દવે અને દવે પરિવાર દ્વાર પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલિ પાઠવવા અને જીવદયાનું કાર્ય કરવાના શુભ આશયથી ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ કરાશે.