લોકો ઉપરાંત ભાજપ, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વર્તમાન પરિસ્થિતિ મા વિવાદ વગર સહભાગી થવા સ્વૈચ્છિક આગળ આવ્યા.

વર્તમાન સમયે સમગ્ર દેશમા યુધ્ધ ના અણસાર ની સ્થિતિ હોવાથી દરેક હિંદુસ્તાન ની પ્રજા ને એલર્ટ કરવા સાથે કપરી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર દરેક તબક્કે ગંભીરતાથી વિચારી આગોતરા પગલા માંડી સરકાર ના દરેક સરકારી તંત્ર ને સાબદા કરાયા હોય એ અંતર્ગત મોરબી જીલ્લા આરોગ્ય તંત્ર ની સુચનાથી ટંકારા ખાતે આરોગ્ય વિભાગ ના ડો. ધનસુખ અજાણા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી. બાવરવા, સિવિલ હોસ્પિટલ ના ડો. ડો. હિરલ પડસુંબીયા ના વડપણ હેઠળ યુધ્ધ ની સ્થિતિ સર્જાઈ તો લોહી ની જરૂરીયાત ને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરી શનિવારે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ. રક્તદાન કેમ્પ મા આરોગ્ય વિભાગ ના પ્રા.આ. કેન્દ્ર ના ડો. સૃષ્ટિ ભોરણીયા, સુપરવાઈઝર હિતેષ પટેલ, ઉમેશ ગોસાઈ સહિતનાઓ તૈનાત રહ્યા હતા. તંત્રની અપીલ અને પરિસ્થિતિ પામી ને ભાજપ, કોંગ્રેસ સહિતના આગેવાનો અને કાર્યકરો પક્ષાપક્ષી થી દુર રહી વર્તમાન સ્થિતિ ને અનુરૂપ થઈ રક્તદાન કેમ્પ મા આગળ આવ્યા સ્વૈચ્છિક રીતે આગળ આવી રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરતા હોય એમ હસતા હસતા રક્તદાન છાવણીમા પહોંચી રક્ત નુ દાન કર્યુ હતુ. રક્તદાન કેમ્પ મા ૧૦૪ બોટલ રક્ત ભંડોળ એકઠુ કરાયુ હતુ.