હાઈવે કાંઠે આવેલા વિરપર ગામે રળિયામણો વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બન્યુ.

Advertisement
Advertisement

 

મીત ત્રિવેદી,ટંકારા.

રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય ના ગામડાઓને સાફ સુથરા અને સ્વચ્છ રાખી સ્વસ્થ રાખવા માટે સ્માર્ટ વિલેજ બનાવવા ની દિશા મા ક્વાયત હાથ ધરી છે. એ અંતર્ગત મોરબી જીલ્લા મા ટંકારા તાલુકાના વિરપર ગામ ને જીલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ વિલેજ જાહેર કરવામા આવ્યુ છે. જે ગામડુ સ્માર્ટ વિલેજ ના માપદંડ મા ખરૂ ઉતરે એ ગામડાની ગ્રામ પંચાયત ને સ્માર્ટ વિલેજ સર્ટિફિકેટ આપવા સાથે ગામડાના વિકાસ માટે વિશેષ ગ્રાન્ટ મા પ્રાધાન્ય આપવામાં આવે છે.

રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા વિરપર ગામ ને સ્માર્ટ વિલેજ તરીકે પસંદ કરવામાં આવ્યુ છે. અહીંયા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાળવવા ઉપર ભાર મુકી સરપંચ મહેશભાઈ લિખીયા દ્વારા ગામડાના લોકોને પાયાની મુખ્ય સવલતો સફાઈ, પાણી, વિજળી, પાકા રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાતો ઉપર સૌ પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરી પોતાના ગામડાને રળીયામણા ગામ તરીકે સરકારી ગ્રાન્ટ ની મદદથી દરેક કામ મા સતત જાતે દોડધામ કરી સુપરવિઝન કરી સ્માર્ટ વિલેજ ખિતાબ અપાવ્યો હતો. સ્માર્ટ વિલેજ માટે સરકારે નિયત કરેલા માપદંડો જેવા કે, ગામડાના લોકો ની ખુદ સ્વચ્છ સુઘડ બની પોતાના ઘર, આંગણાની સ્વચ્છતા જાળવી ગામડાને સ્વચ્છ રાખી સ્વસ્થતા ના સુરક્ષા ચક્ર સુધી પહોંચવા અંગે જાગૃતિ લાવવી એ મુદ્દે ગામડાના લોકો એ જાતે અભિયાન ચલાવી ગ્રામ પંચાયતના સામુહિક વિકાસ ના દ્વાર ખોલ્યા હતા. પંચાયત ના સરપંચ, સભ્યો એ પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે ગંભીર બની અંગત કાળજી રાખી ગામડામા સૌ પ્રથમ શહેરો માફક કચરો નિકાલ ની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ ગામડામા સીસી ટીવી કેમેરા, બગીચા, લાયબ્રેરી, RO પ્લાન્ટ, સિમેન્ટ ના પાકા પેવર માર્ગ, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છ પાણી ઉપરાંત ઈ યુગ મા કદમ મિલાવી તમામ પ્રકારની ગ્રામ પંચાયત હસ્તકની કામગીરી કમ્પ્યુટર પર ઓનલાઈન જેવી કે, રેશનકાર્ડ સુધારા વધારા, ગામડે બેઠા જ આયુષ્માન કાર્ડ ની મહત્વ ની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.‌ ગ્રામ પંચાયત અને ગામડાના લોકો એ સ્વૈચ્છિક જાગૃતિ કેળવીને સ્માર્ટ વિલેજ બનવા ના નિયત ક્રાઈટ એરીયા ને ક્રોસ કરી લેતા તાલુકાનુ સ્માર્ટ ગામડુ બનવા સાથે રૂપિયા પાંચ લાખ નુ વિશેષ અનુદાન પણ મેળવ્યુ હતુ.