
ટંકારા શહેરના હાઈવે કાંઠે વિકસેલા આર્યનગર મા બે વર્ષ પૂર્વે અહીંયા વસનારા પરીવારો ના યોગદાન અને શ્રમદાન થકી નિર્માણ પામેલ હનુમાનજી મંદિર ની હિંદુ શાસ્ત્રોક્ત વિધિ થી મૂર્તિ પ્રતિષ્ઠા કરી ને હનુમાનજીનુ હરીૐ નામકરણ કરી લોકોના દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. મંદિર ને બે વર્ષ પૂર્ણ થતા આર્યનગર મા વસવાટ કરતા પરીવારજનો દ્વારા તા. ૧૧ ને રવિવારે દ્વીતિય પાટોત્સવ નુ અદકેરૂ અને ધાર્મિક દ્ષ્ટિ એ ઉતમ ગણાતુ સરાહનીય આયોજન કરવામા આવ્યુ છે. પાટોત્સવ પ્રસંગે નગરજનો ઉપરાંત પંથકના ધાર્મિક લોકોને ધર્મલાભ લેવા અને હનુમાન દાદા ના દર્શન માટે પધારવા આર્યનગર ના પ્રમુખ નાનજીભાઈ મેરજાએ અનુરોધ કર્યો છે.આ તકે, રવિવારે રાત્રે નવ વાગ્યે મહાઆરતી ઉપરાંત, મોરબી જીલ્લા નુ પ્રખ્યાત
શ્રી ચીત્રા હનુમાન ધુન મંડળ ને ખાસ તેડાવી રામધુન નુ આયોજન કરાયુ હોય લોકો ને રામનામ મા તલ્લિન થવા સાથે ધુન શ્રાવકો માટે ખાસ ચા નાસ્તા પ્રસાદ ગ્રહણ ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકોએ એક યાદી મા જણાવ્યું હતુ