ટંકારા તાલુકાના નાનકડા વાઘગઢ ગામ ના વતની અને ટંકારા ખાતે એડવોકેટ અને નોટરી તરીકે કાર્યરત મુકેશભાઈ બારૈયા ની રાજકોટ ખાનગી સ્કુલ મા અભ્યાસ કરતી દિકરી રીયા મુકેશભાઈ બારૈયા એ ધોરણ ૧૦ ની બોર્ડ એક્ઝામ મા ૯૯.૯૮ પી.આર. સાથે પ્રથમ ક્રમાંક મેળવી ટંકારા તાલુકામા પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઈ ટંકારા તાલુકા તથા વાઘગઢ ગામ નુ ગૌરવ વધાર્યુ છે. રીયા એ હવે ધોરણ ૧૧-૧૨ સાયન્સ બાદ એનજીનિયરીંગ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલેખ્ખનીય છે કે, બારૈયા પરીવાર ની લાડકી દિકરી રીયા એ સાયન્સ, સંસ્કૃત અને બેઝીક ગણીત વિષય મા ૧૦૦ ટકા માર્કસ મેળવી ત્રણેય સબ્જેકટ મા અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.