ટંકારા: ચા ની કિટલી ચલાવતા પિતા ની દિકરી HSC મા ૯૮.૨૮ % મેળવી સ્કુલ ફર્સ્ટ આવી.

Advertisement
Advertisement

ટંકારામા ચા ની કિટલી ચલાવી પેટીયુ રળતા મુન્નાભાઈ ભરવાડ ની દિકરી તુલસી વકાતર એ એચ.એસ.સી.બોર્ડ કોમર્સ મા ૯૮.૨૮ PR સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતી હાઈસ્કુલ મા પ્રથમ તથા ટંકારા તાલુકામા બીજા સ્થાને ઉત્તિર્ણ થઈ  ટંકારા માલધારી સમાજ નુ ગૌરવ વધાર્યુ છે. કુ. તુલસી હવે રાજકોટ મુકામે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી Gpsc પાસ કરી સરકારી અમલદાર બનવાની તમન્ના વ્યક્ત કરતા કહે છે કે, આગળ જતા ગવર્મેન્ટ ઓફિસમા સરકારી નોકરી મેળવી ચા ની કિટલી લઈ મહેનત કરતા પિતા મુન્નાભાઈ નો સહારો બની પડખે ઉભા રહી મા બાપ ને મદદરૂપ થવાનુ સ્વપ્ન સાકાર કરવાની નેમ હોવાનુ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, મહર્ષિ દયાનંદ હાઈસ્કુલ નુ પરીણામ ૧૦૦ ટકા આવેલ છે.