ટંકારામા માવઠાએ ઠંડક પ્રસરાવી, ગામડામા વૃક્ષ ધરાશયી

Advertisement
Advertisement

રાજ્ય મા માવઠાની આગોતરી જાણ મુજબ ટંકારા તાલુકામા સતત બીજા દિવસે મેઘાવી માવઠુ ગગનના ગડગડાટ અને તેજ પવન સાથે કરા નો વરસાદ ટંકારા ઉપરાંત, પંથક ના ખિજડયા, બંગાવડી, ખાખરા, સરાયા, ઓટાળા, મિતાણા, જીવાપર, જબલપુર, બાવડી, નેસડા, ધ્રૂવનગર સહિતના તમામ ગામડામા કમોસમી વરસાદ વરસતા વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી. વરસાદ થી મોટા ખિજડીયા ગામે તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ ગામડાના મુખ્ય માર્ગ ઉપર ખાબકયુ હતુ. જ્યારે બંગાવડી ગામે સડક ઉપર રોડ ના કાંઠે ઉભેલા બાવળ નુ ઝાડ મુળ માથી ઉખડી રોડ ઉપર પડતા થોડીવાર માર્ગ પર અવરોધ ઉભો થયો હતો. જોકે, ગામડાના લોકો એ તંત્ર ની રાહ જોવા ના બદલે વૃક્ષો ને મારગ માથી ખસેડી ઉકેલ કાઢી લીધો હતો.