માળિયા તાલુકાના મોટાદહીસરા ગામે થયેલ મારામારી માં આરોપીઓનો જામીન પર છુટકારો
બનાવની વિગત એવી છે કે માળિયા મીયાણાના મોટા દહીસરામાં ગત તા 24- 4- 2025 ના રોજ ફરિયાદી વિજય હમીરભાઇ પરમાર તેમજ આરોપીઓ અજય છગનભાઈ પરમાર વચ્ચે સામસામે મારામારીનો બનાવ બનેલ અને બંને પક્ષે ના માણસોને મારામારી માં ઇજાઓ થતા બંને પક્ષે સામે ફરિયાદ માળીયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ જેમાં આરોપી પ્રિતેશ ઉર્ફે જીતેન્દ્ર કાનજી રમેશ કાનજી પરમાર નરેશ કાનજી પરમાર શામજી સેવા પરમાર સુરેશ બુટા બાંભવા છગન કાનજી પરમાર તેમજ બીજા અન્ય આરોપી કુલ મળીને 13 આરોપીઓ સામે બીએનએસની કલમ 109 જૂની આઈપીસી 309 વિગેરે મુજબનો ગુનો દાખલ કરી ઉપરોકોત કુલ છ આરોપીઓને પોલીસે અટક કરીના કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરેલ હતા. જેમાં આરોપીઓ એક જીતેશ કાનજી છ જણાવો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેઓના વકીલ શ્રી મનીષ પી ઓઝા કુમારી મેનાઝ પરમાર મારફત રેગ્યુલર જામીન ની અરજી કરેલ હતી જેમાં પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટજજ ડી.પી.મહિડા સાહેબે જામીન અરજી મંજૂર કરેલ છે તેમજ આરોપીઓને રૂપિયા 25,000 ના શરતને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આરોપીઓ પક્ષે વકીલ ગોપાલ ઓઝાની દલીલો માન્ય રાખી જામીનમુક્ત કરેલ છે