ટંકારા નગરપાલિકા એ ઈ ટેકનોલોજી થી મિલકત નોંધવા ની કામગીરી આરંભી.

Advertisement
Advertisement
સેટેલાઈટ સિસ્ટમ થી વણ નોંધાયેલી મિલ્કતો વધવાથી રેકર્ડ પર ૧૧૦૦૦ થી વધુ મિલ્કતો નોંધાવાની શક્યતા.
ટંકારામા વર્ષ ૨૦૨૪ થી નગરપાલિકા અસ્તિત્વમા આવતા નગરપાલિકા ની હદમા આવતી તમામ તમામ મિલકતોને સેટેલાઈટ દ્વારા આધુનિક પધ્ધતિથી Geo ટેગ કરી તમામ મિલકતોને QR કોડ નંબર આપવાની દિશામા કામગીરી હાથ ધરવા માટે નગરપાલિકા ના મુખ્ય અધિકારી અને વહીવટદારે કામગીરી આરંભી દીધી છે. ઓનલાઈન સિસ્ટમ થી કામગીરી માટે નક્કી થયેલ એજન્સી ને કામગીરી નો આરંભ કરવા સુચના પણ આપી દેવામા આવી છે.
ટંકારામા અગાઉ ગ્રામ પંચાયત રદ કરી નગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ વર્ષ ૨૦૨૪ થી અહીંયા નગરપાલિકા વહીવટ કાર્યરત થયો છે. પાલિકા ના મુખ્ય અધિકારી ગીરીશ સરૈયા અને વહીવટદાર તરીકે મામલતદાર પી.એન.ગોર દ્વારા નવી ટેકનોલોજી નો ઉપયોગ કરી ટંકારા શહેરના નગરપાલિકા હદમા આવતી તમામ મિલકતોને સેટેલાઈટ દ્વારા આધુનિક પધ્ધતિથી તમામ મિલ્કતની આકારણી કરવા ની દિશા મા કામગીરી હાથ ધરીને પાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડરીંગ પણ બહાર પાડવામા આવ્યુ હતુ. જેમા, કેપિટલ સોલ્યુશન પ્રા.લી. ગાંધીનગર ની એજન્સી સિલેક્ટ થતા એજન્સી ના ડાયરેક્ટર કિશોર નકુમ ને પાલિકા ના મુખ્ય અધિકારી ગીરીશ સરૈયા એ કામગીરી શરૂ કરી દેવા માટે સુચના આપી દીધી હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે ગીરીશ સરૈયા નો સંપર્ક કરાતા તેઓએ કામગીરી શરૂ કરવા અંગે હકારાત્મક અભિગમ થી કામગીરી હાથ ધરવામાં આવી રહ્યાનુ જણાવ્યુ હતુ. વધુમા, તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અહીંયા પહેલા ગ્રામ પંચાયત હોવાથી પંચાયત ના રેકર્ડ પરથી પાલિકાના નવા રેકર્ડ અને રજીસ્ટર તૈયાર કરી Geo ટેગીગ GIS ID મુજબ ડીજીટલ ૩૩૦૦ મિલકતોની હાલ આકારણી તૈયાર કરવામાં આવી છે. જેમાથી ૨૦૦૦ મિલકતોની ચકાસણી કરી ઈ-નગર મા ડેટા માઈગ્રેટ કરવા મોકલી આપી છે. ઈ-નગર ડેટા માઈગ્રેટ થયા બાદ એક અઠવાડિયામાં QR કોડ બનાવી ૨૦૦૦ મિલકતો પર QR કોડ લગાવવામા આવશે.
———————————————————————————–
ડિજીટલાઈઝડ આકારણી થી વધારો થવાની શક્યતા
————————————————————————————–
હાલ પંચાયત રેકર્ડ મુજબ મિલ્કતો ની નોંધણી ખૂબ ઓછી છે. પરંતુ ડિજીટલાઈઝડ પધ્ધતિ થી આકારણી કામગીરી પૂર્ણ થયે મિલ્કત નોંધણી ૧૧ હજાર વધવાની શક્યતા હોવાનુ જણાઈ રહ્યુ છે.
ગીરીશ સરૈયા, ચિફ ઓફિસર
———————————————————————————–
QR કોડ સિસ્ટમ થી ટેક્સ આવક વધવા સાથે શહેરીજનો ફરીયાદ નોંધાવી શકશે
————————————————————————————
પાલિકા ની હદ ના વિસ્તારમાં ૧૧ હજાર થી વધુ રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતો મા QR કોડ લગાવવાની કામગીરી પૂર્ણ થયે પાલિકા અને સંબંધિત વિભાગો ઉપરાંત મિલ્કત માલિક સ્કેન કરી શકશે, પાલિકા ઉપરાંત સરકાર ની નવી આવનારી યોજનાઓ શહેરીજનો સુધી સિધી પહોંચી જવાની દિશામા ટેકનોલોજી ઉપયોગી થવાના હેતુથી ઓનલાઈન ડેસ્ક બોર્ડ કોડ સિસ્ટમ ડેવલપ કરાઈ રહ્યા નુ જણાવાઈ રહ્યુ છે. આ ઉપરથી આવનારા દિવસોમાં હાઉસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, કોમર્શિયલ ટેક્સ ની પાલિકા ની આવક વધશે. તમામ મિલ્કતો નુ સેટેલાઈટ સિસ્ટમ દ્વારા GIS Geo ટેગીગ થયે મિલ્કત ના ફોટોગ્રાફ, મિલ્કત માપણી, માલિકીની માહિતી ઈ-નગર સહિત લાગુ પડતા તમામ ફેકટર ની વિગતો મેળવવા ઓનલાઈન સર્વે હાથ ધરાયો છે. જેનાથી શહેરના મિલ્કત ધારકો વેરા બીલ, પાણી બીલ, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિત ની તમામ ફરીયાદો ઓનલાઈન કરી શકશે. ઉપરાંત, કોઈપણ સ્થળે ગેરકાયદેસર બાંધકામ થતુ હોય તો સીધી ફરીયાદ પણ કરી શકાશે. જેનાથી આવી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવવાની શક્યતા દર્શાવવામા આવી છે.