મિત્રે ઉછીના નાણા પરત ન કરતા લેણદારે કોર્ટ ના દ્વાર ખટખટાવ્યા

ટંંકારાના યુવાને નજીક ના મોટાખિજડીયા ગામે રહેતા મિત્ર પાસે થી આર્થિક જરૂરીયાત ઉભી થતા મિત્ર દાવે હાથ ઉછીના રૂપિયા ૧૦ લાખ લીધા હતા અને વિશ્ર્વાસ કેળવવા બદલામા ચેક આપ્યો હતો. સમય વિતવા છતા નાણા આપનારે ચેક વટાવવા બેંક મા રજુ કરતા ચેક બેલેન્સ ના અભાવે પરત ફરતા લેણીયાતે નેગોસીએબલ એકટ હેઠળ ટંકારા કોર્ટમા ફરીયાદ દાખલ કરતા કેસ ચાલી જતા નામદાર કોર્ટે નાણા લેનારા ઈસમને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી જેલ ની સજા અને ૬૦ દિવસ મા રકમ ચુકવી આપવા આદેશ કર્યો હતો.
ટંકારા શહેરના બાહ્ય વિસ્તારમા આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી મા રહેતા રાહુલ રાઘવજી ભાગીયા એ પોતાને આર્થિક સંકડામણ હોવાથી નાણા ની જરૂરીયાત ઉભી થતા મિત્ર ટંંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામ ના ગીરીરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી મિત્રતા ના દાવે રૂપિયા ૧૦ લાખ હાથ ઉછીના લીધા હતા. આ વખતે નાણા આપનારનો વિશ્ર્વાસ જીતવા પોતે ચેક આપેલ હતો. લાંબો સમય વિતવા છતા નાણા પરત ન મળતા ગામડાના મિત્ર ગીરીરાજસિંહે પોતાને અપાયેલ ચેક બેંકમા રજુ કરતા બેંકે એકાઉન્ટ મા નાણા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. આથી રાહુલ ને રૂબરૂ મળી ઉછીના નાણા ની ઉઘરાણી કરતા ફરી થી તા. ૯/૮/૨૦૨૩ ના રોજ બીજો ચેક આપી પોતે બેંક મા ફંડ જમા કરાવે પછી રજુ કરવા કહી ફરી મહેતલ આપી હતી. પરંતુ નાણા ન મળતા ફરી બીજો ચેક તા. ૨૭/૧૦/૨૦૨૩ મા બેંક મા રજુ કરતા બેંકે તા. ૩૦/૧૦/૨૦૨૩ ના રોજ ફંડ ના અભાવે શેરો મારી પરત કરતા નાણા આપનારે તેમના વકીલ એ.પી.જાની, રાહુલ ડાંગર, કેતન ચૌહાણ મારફતે ચેક રિટર્ન સબબ ધી નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ટંકારાના જજ એસ.જી.શેખે પુરાવાને આધારે ચેક રીટર્ન સબબ નાણા લેનાર રાહુલ રાઘવજી ભાગીયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી જેલ સજા અને રૂપિયા ૧૦ લાખ લેણદાર ને ૬૦ દિવસ મા ચુકવી આપવા હુકમ કર્યો હતો. તેમજ આરોપી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસ ની સજા ફટકારવામા આવી હતી.