જુનાગઢ થી મોરબી જેલહવાલે કરાતો કેદી ટંકારા પાસેથી હાથકડી સાથે નાસી ગયો.

Advertisement
Advertisement
ટોઈલેટ કરવાના બહાને નીચે ઉતરી પોલીસનો હાથ છટકાવી આરોપી છનનનન થતા પોલીસ કામગીરી સામે અનેક તર્ક ઉદ્દભવ્યા છે.
જુનાગઢ જેલમા રહેલા કાચા કામના કેદી ને જેલ ટ્રાન્સફર નો હુકમ થતા મોરબી જેલ હવાલે કરવા માટે જુનાગઢ પોલીસ જાપ્તા હેઠળ સરકારી વાહનમા હાઈવે પર પસાર થઈ રહ્યા હોય એ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા નજીક વાહન ગરમ થઈ જતા હાઈવે પર આવેલી હોટલે વાહન થંભાવતા પોલીસ જાપ્તા મા રહેલા કેદીએ ટોઈલેટ જવાનુ બહાનુ ધરી નીચે ઉતરી જમાદાર નો હાથ છોડાવી હાથકડી સાથ નાસી જતા જુનાગઢ પોલીસે‌ ટંકારા પોલીસ મથકે ફરીયાદી બનવાનો વારો આવ્યો હતો. બનાવની ફરીયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જાણવા મળેલી વિગત અનુસાર જુનાગઢ જીલ્લાના વંથલી પોલીસ મથકે ચોરીના નોંધાયેલા ગુન્હા સબબ બીએનએસ એક્ટ હેઠળ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા હાલ જુનાગઢ જેલ હવાલે હોય આરોપી નો જેલ ટ્રાન્સફર નો હુકમ થયો હોવાથી જુનાગઢ શહેર ના ભવનાથ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર રવિશંકર સરદારસિંહ ડામોર કાચા કામના આરોપી ચુવી ને સરકારી વાહન મા પોલીસ જાપ્તા હેઠળ જુનાગઢ થી મોરબી જવા રવાના થયા હતા એ દરમિયાન ટંકારા તાલુકાના મિતાણા નજીક હાઈવે પર વાહન ગરમ થઈ જતા હાઈવે પર આવેલી હોટલે થંભાવતા પોલીસ જાપ્તા મા રહેલા કેદીએ ટોઈલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરતા Asi જયેશભાઈ તેને નીચે ઉતારી ટોઈલેટ મા લઈ ગયા હતા. પરંતુ બહાર નિકળી ઓચિંતા પોલીસનો હાથ છટકાવી પોલીસને ચકમો આપી હાથકડી સાથે દિવાલ ઠેકીને છનનન થઈ જતા જુનાગઢ પોલીસને ટંકારા પોલીસ થાણા મા ફરીયાદી બનવાની નોબત આવી હતી. ટંકારા પોલીસે ફરીયાદી પોલીસ ની ફરીયાદ નોંધી નાસી છુટેલા આરોપીને પકડવા સ્થાનિક પોલીસ સહિત એલસીબીએ સઘવ શોધખોળ હાથ ધરી હતી.જોકે, તેમ છતા આરોપી નાસી છુટવામાં સફળ રહેતા અનેક તર્ક ઉદ્દભવ્યા છે.