ટંકારા: મિતાણા પાસે પેટ્રોલ પંપના પાર્કિંગ માથી નિશાચરો કાર હંકારી ગયા.

Advertisement
Advertisement
ટંકારાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ગામ નજીક આવેલ પેટ્રોલપંપના ખુલ્લા પટાંગણમા રાજકોટના યુવાને પોતાની બલેનો કાર પાર્ક કરી હતી. જેની કોઈ નિશાચરો ઉઠાંતરી કરી જતા ભોગ બનેલા ઈસમે ટંકારા પોલીસમા કાર ચોરી અને કાર મા રહેલી રૂપિયા ૨૫ હજાર ની રોકડ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
મૂળ જામનગર જીલ્લાના જોડિયાના હાલ  રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડ સામે ઈન્દ્રપ્રસ્થ -૦૬ મા રહેતા અંબરીષ હેમરાજ ભીમાણી નામના યુવાને ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, પોતાની માલિકીની બલેનો કાર નં GJ-36-AF-7261 કિ. રૂ-૬,૦૦,૦૦૦/- ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ગામ નજીક આવેલ પેટ્રોલપંપના ખુલ્લા પટાંગણમા પાર્ક કરી હતી. જે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી હંકારી ગયા હતા. કાર મા રોકડા રૂપિયા ૨૫ હજાર ઉપરાંત અગત્યના ડોકયુમેન્ટ વાળો થેલો રાખેલ હતા જેની પેટ્રોલપંપના ખુલ્લા પાર્કિંગ માથી ચોરી થયાનુ જણાવ્યુ હતુ. પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.