બાળક ને વગડામા દાટી દેનાર ભાભોર નુ દંપતિ જામીન મુક્ત.

ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામના વિસ્તાર વીડી માથી એક માસ પૂર્વે ત્યજી દેવાયેલ તાજા નવજાત શિશુ મામલે ગત સોમવારે પોલીસના હાથે ઝડપાયેલ ત્યજાયેલા નવજાત દંપતી જામીન મુક્ત થયા હતા. જોકે, પોલીસે પતિએ બાળક ના પિતા અંગે શંકા વ્યક્ત કરી બાળક ત્યજી દેવાયાની કેફિયત આધારે રાજકોટ ખાતે રહેલા બાળક નો ડીએનએ ટેસ્ટ કરવા કવાયત હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામની સીમમા વીડી વિસ્તાર માથી ગત તા.૧૯ મી માર્ચે તાજુ જન્મેલુ માટીમા દાટી દેવાયેલી હાલતમા જીવિત નવજાત મળી આવતા પોલીસે બાળકનો કબજો લઈ રાજકોટ ખાતે બાલાશ્રમમા મોકલી બાળકને જન્મ આપી ત્યજી દેનાર અંગે તપાસ આદરી હતી. જેમા, ગત સોમવારે મૂળ બનાસકાંઠા જીલ્લાના ભાભર ના દક્ષાબેન અને તેના પતિ રમેશ પ્રેમજી ઠાકોર નામનુ શ્રમિક દંપતિ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી પોલીસ ના હાથે ઝડપાયા બાદ જામીન મુક્ત થયુ હતુ. જોકે, દરમિયાન પોલીસ મા ઝડપાયેલ પતિએ પત્ની રીસામણે હોવા છતા પ્રેગનન્ટ થતા બાળક પોતાનુ ન હોવાનુ હોવાની શંકાથી પતિ પત્ની એ બાળક ત્યજી દીધુ હોવાની કેફિયત આધારે પોલીસે બાળક ના પિતા અંગે દુધ પાણી નોખા કરવા બાળક નો ડીએનએ ટેસ્ટ કરાવવા કવાયત હાથ ધરી હતી.