મોરબીના સિરામિકના વેપારીને ચેક રીટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે વેપારીને ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પેરા સિરામિકના પ્રો પ્રાઈટર રૂપેશ કાંતિલાલ પનારા પાસેથી સેન્ટો સેનેટરીવેરસના વેપારી રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાએ સેનેટરી આઈટમ ઉધારે ખરીદ કરી હતી જેની બીલની રકમની લેણી રકમ પૈકી રૂપિયા ૧.૫૦ લાખનો તા. ૨૦-૦૯-૨૨ નો પેરા સિરામિક નામનો ચેક ઈશ્યુ કર્યો હતો જે ચેક બેંકમાં રજુ કરતા પરત ફર્યો હતો
જેથી ફરિયાદી રૂપેશ પનારાએ રાજેન્દ્રભાઈ ભૂવા સામે ચેક રીટર્નની ફરિયાદ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષે ધારદાર દલીલો રજુ કરી હતી જેમાં ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રાજેન્દ્રભાઈ પ્રભુલાલ ભુવાને એક વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ રૂપિયા ૩ લાખનો દંડ ફટકાર્યો છે તેમાંથી ફરિયાદીને ચેકની રકમ અને ફરિયાદ તારીખથી ચુકવણા તારીખ સુધીનું ૯ ટકા વ્યાજ સહીત ચુકવવા આદેશ કર્યો છે
જે કેસમાં ફરિયાદ પક્ષ તરફે મોરબીના વકીલ ભાવેશભાઈ ડી ફૂલતરીયા અને રાજેશ જે જોષી રોકાયેલ હતા