ટંકારા પોલીસે પંથકમાથી મોબાઈલ ખોવાયેલ/ ચોરાયેલ હેઠળ દાખલ થયેલી ફરીયાદ અંતગર્ત હ્યુમન સોર્સ Ceir પોર્ટલના ટેક્નિકલ ઉપયોગ વડે રૂપિયા ૧,૪૩,૪૯૭/- ની કિંમત ના આઠેક મોબાઈલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ હેઠળ મૂળ માલિકને પોલીસ મથકે તેડાવી પરત કર્યા હતા.
ટંકારા પોલીસ હકુમત હેઠળના વિસ્તારોમાથી મોબાઈલ ચોરી તથા ખોવાયા સબબ ની નોંધાયેલ ફરીયાદ અંતર્ગત ટંંકારા પોલીસ ટીમે હ્યુમન સોર્સ સરકારી Ceir પોર્ટલના ટેક્નિકલ ઉપયોગ વડે છાનભીન કરી ને આઠ મોબાઈલ શોધી કાઢ્યા હતા. તમામ મોબાઈલ ની કુલ કિંમત રૂપિયા ૧,૪૩,૪૯૭/- ના તેના મૂળ માલિકોને મોબાઈલ પરત મેળવવા પોલીસ મથકે તેડાવ્યા હતા. ગુરૂવારે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગના આદેશ તેરા તુજકો અર્પણ હેઠળ મૂળ માલિકને પરત કરવાની સુચના અંતગર્ત ડીવાયએસપી સમીર સારડા, પોલીસ ઈન્સ્પેકટર છાસીયા દ્વારા પરત કરાયા હતા.