ગાંજા ના જથ્થા સાથે ઝડપાયેલા માળીયા ના શખ્સ નો જામીન પર છુટકારો.

Advertisement
Advertisement
મોરબી જીલ્લા ના માળીયા પોલીસે ગાંજા ના જથ્થા સાથે વલી મોહમ્મદ ને પકડી જેલ હવાલે કર્યો હતો, મોરબીના વકીલ દિલીપ અગેચણીયાએ જામીન મુક્ત કરાવ્યો..
મોરબી જીલ્લા ના માળીયા પોલીસ સ્ટેશન મા માળીયા ગામે રહેણાંક મકાનમાથી ૩ કિલો થી વધુ ગાંજો ઝડપી બે શખ્સો ને મોરબી એનડીપીએસ સ્પેશિયલ સેસન્સ કોર્ટમા રજુ કરતા કોર્ટે રીમાન્ડ મંજુર કરવા સાથે જેલહવાલે કર્યા હતા. જેમા બે પૈકીના એક શખ્સે પોતાના વકિલ મારફત હાઈકોર્ટ મા જામીન પર છુટવા જામીન અરજી રજુ કરતા વકિલ ની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી શરતી જામીન ઉપર મુક્ત કર્યા હતા.
થોડા સમય પૂર્વે મોરબી જીલ્લા ના માળીયા ગામે માળીયા પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજા ના જથ્થા સાથે બે શખ્સો ને પકડી પાડી મોરબી જીલ્લા એનડીપીએસ સ્પે.સેન્સસ કોર્ટ મા રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે રીમાન્ડ મંજુર કરી ત્યારબાદ જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ બે પૈકીના વલી મોહમ્મદ શેર મોહમ્મદ મોવરે તેમના વકીલ દિલીપભાઈ અગેચણીયા, સાવન મોઘરીયા, કુલદીપ ઝીંઝુવાડીયા મારફતે હાઈકોર્ટમા જામીન અરજી રજુ કરી હતી. મજકુર આરોપી વતી એડવોકેટે સુપ્રિમ કોર્ટ ના ચુકાદા ટાંકી આરોપી ગુન્હાહિત ઈતિહાસ અને નેચરલ લાઈફ તપાસી જામીન આપવા ધારદાર દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષો ની દલીલો બાદ આ કેસના આરોપી ની દલીલ મંજુર રાખી આ કેસમાં સંડોવાયેલા શખ્સના શરતી જામીન મંજુર કર્યા હતા.
.