ટંકારામા પિવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકામા થાળી વેલણ વગાડ્યા, વાલ્વ મુકાતા હંગામો..? 

Advertisement
Advertisement
ચિફ ઓફિસર કહે છે કે, વાલ્વ મુકવા ક્વાયત હાથ ધરી એટલે ખોટો હંગામો કરાયો છે.
ટંકારા હાઈવે કાંઠે તાલુકા પંચાયત સામે વિકસેલા વિસ્તારમા વસતા પરીવાર ની મહિલાઓનુ ટોળુ ઉનાળા ની કાળઝાળ ગરમીમા પિવાનુ પાણી નિયમિત મળતુ ન હોવાનો ગોકીરો કરતુ નગરપાલિકા એ ધસી ગયુ હતુ અને પાણી આપો ના પોકાર સાથે પાલિકા કચેરીમા થાળી વેલણ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓએ પોતાની રજુઆત વખતે તંત્ર ઉપરાંત પોતાની જાતને નેતા માનનારા સ્થાનિક આગેવાનો ને દેડકા ગણાવી કચેરી બહાર તેના પર રોષ ઠાલવી થાળીઓ પીટી હતી. જોકે, આ મુદ્દે ચિફ ઓફિસરે અનિયમિત પાણી ના મુદ્દા નો છેદ ઉડાવતા કહ્યુ હતુ કે, સોસાયટીમા વાલ્વ મુકી પાણી નિયંત્રણ કરવા કામગીરી હાથ ધરવામા આવતા ખોટી રજુઆત કરાઈ રહી હોવાનુ જણાવ્યુ હતુ.
ટંકારા શહેરના હાઈવે કાંઠે વિકસેલા તાલુકા પંચાયત સામે ની લક્ષ્મીનારાયણ સોસાયટી વિસ્તારમા કાયમ નિયમિતપણે અનિયમિત રીતે પિવાનુ પાણી વિતરણ કરવામા આવતુ હોવાનુ અને હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમા જીવ માત્ર ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એવા ટાંણે પાણી વગર આકુળ વ્યાકુળ અને અસ્વસ્થ, અસ્વચ્છ થયુ હોવાનો ગોકીરો કરતુ મહિલાઓનુ ટોળુ પાલિકા કચેરી એ આક્રોશ ઠાલવવા પહોંચ્યુ હતુ. અહીંયા ગોકીરા સાથે પહોંચેલી મહિલાઓ એ થાળી વેલણ વગાડી કચેરીમા બેસી રોષ વ્યક્ત કર્યો હતો. નિયમિત પાણી આપવા પોકાર પાડ્યા હતા. રજુઆત કરવા આવેલી મહિલાઓએ કચેરી બહાર સ્થાનિક રાજકીય આગેવાનો ને નપાણીયા ગણાવી નાની બાબતોમાં ફોટો સેશન કરવા દોડી જતા અને પોતાની જાતને સ્થાનિક આગેવાન ગણાવતા રાજકીય પાયદળીયાઓ ખરા ટાઈમે લપાઈ જનારા દેડકાઓ ગણાવી નેતાઓ વિરૂધ્ધ થાળીઓ પીટી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
**************************************************
વાલ્વ મુકવા ની કામગીરી થવાની હોવાથી ખોટી રજુઆત કરાઈ છે. : ચિફ ઓફિસર
**************************************************
બાહ્ય વિસ્તારમા પાણીની સમસ્યા મુદ્દે ટંકારા નગરપાલિકાના મુખ્ય અધિકારી ગીરીશ સરૈયા નો સંપર્ક કરાતા તેઓએ આ મુદ્દાનો છેદ ઉડાડતા કહ્યુ હતુ કે, દુઃખે છે પેટ અને કુટાઈ છે માથુ જેવી હંબક રજુઆત છે. એ સાચુ છે કે, સોસાયટીના છેલ્લા ચાર મકાન મા પાણી ઓછુ આવવાની ફરીયાદ હોવાથી ગંભીર નોંધ લઈ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જોકે, પાણી નો પ્રશ્ર્ન ધ્યાન મા રાખી અગાઉ થી જ એન્જીનિયર ને વિસ્તાર ની તપાસ કરવા સુચના અપાયેલ હતી.અને એન્જિનિયરે સ્થળ તપાસ પણ કરી હતી. આજે વાલ્વ મુકવા ગયા હતા. એટલે કેટલાક લોકો એ ઉશ્કેર્યા હતા કે વાલ્વ થી પાણી વિતરણ વ્યવસ્થા નિયમિત થશે. પરંતુ ઓછા પાણીની રજુઆત કરીએ તો જુની રીતે પાણી આવે એટલે હંગામો હોવાનુ ચિફ ઓફિસરે જણાવ્યુ હતુ. અંતમા, અધિકારીએ આગામી સમયમા સોસાયટી વિસ્તારમા પાણી ના અડધા કરતા મોટા કનેક્શન છે કે કેમ? તેની સ્થળ તપાસ કરાશે. અને આવા કનેકશનો પકડાશે તે ઘર ના આસામી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવી આકરા પગલા ના એંધાણ આપ્યા હતા.