ટંકારા: મિતાણા ડેમ નજીક ખેતરમા પોઢેલા શખ્સ ઉપર અજાણ્યા શખ્સો નો હુમલો.

Advertisement
Advertisement

પાલતુ શ્ર્વાને વફાદારી બતાવતા હુમલાખોરો અંધારામા ઓગળી ગયા.

ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલા ડેમી ડેમ નજીક જમીન ધરાવતા ગામડાના સ્થાનિક શખ્સ ત્યા જ પોતાની ખેતીની જમીનમા રહેતા હોય રાબેતા મુજબ રાત્રે ખુલ્લા મા ખાટલો ઢાળીને પોઢી ગયા હતા. ત્યારે મોડી રાત્રે કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ કોઈ કારણોસર ભર નિંદરમા સુતેલા શખ્સ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. બનાવ વખતે નજીક બાંધેલા કુતરા ની વફાદારીથી અજાણ્યા શખ્સો માર મારી નાસી છુટ્યા હતા. ભોગ બનેલા શખ્સે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મીતાણા ગામે ડેમી ડેમ નજીક ખેતીની જમીન ધરાવતા ગામડાના ત્રીસ વર્ષિય સ્થાનિક અમિત રહીમ ઠેબા નામનો શખ્સે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, પોતે ડેમ ના કાંઠે આવેલી જમીન પર રહેણાંક ધરાવે છે. રાબેતા મુજબ રાત્રી ભોજન (વાળુ પાણી) પતાવી ઉનાળાની ઋતુમા કુદરતી હવા માટે ખુલ્લા મા ખાટલો ઢાળીને પોઢી ગયા હતા. મોડીરાત્રે પોતે નિદ્રાધિન અવસ્થામા હતા એ વખતે ત્રણ અજાણ્યા શખ્સો જમીન મા ઘુસી કોઈ કારણોસર લોખંડ ના પાઈપ વડે હુમલો કરી માર મારવા લાગ્યા હતા. પોતે હુમલાથી બચવા પ્રયાસ કરી રહ્યો હતો. એ વખતે ખેતરમા બાંધેલા પાલતુ શ્ર્વાને જમીન મા હુમાલા ખોરો ને પ્રહાર કરતા જોઈ વફાદારી બતાવતા હુમલો કરનારા શખ્સો માર મારી નાસી છુટ્યા હતા. બનાવની વિગત જાણી ટંકારા પોલીસે હથિયારબંધી સબબ જાહેરનામા ભંગ હેઠળ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.