ઘુનડા (સ) ના વગડામા નવજાત શિશુને તરછોડી દેનાર દંપતિ ઝડપાયુ 

Advertisement
Advertisement
ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામની સીમ વિસ્તાર વીડી માથી પચ્ચીસેક દિવસ પૂર્વે તાજા જન્મેલા નવજાત શિશુને ત્યજી દેવાયેલ હોવાનુ સામે આવતા પોલીસે નવજાત શિશુ ની કઠોર જનેતા ને શોધવા ગુન્હો નોંધી તપાસ હતી જેમા, પોલીસ ને સફળતા મળી હતી. સોમવારે બાળકને ત્યજી દેનાર દંપતી ને મિતાણા ગામ પાસેથી ઝડપી લઈને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત અનુસાર ગત તા. ૧૯ મી માર્ચે ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામની સીમમાં વીડી વિસ્તારમા‌ કોઈ વટેમાર્ગુ એ તાજા જન્મેલા બાળકના રડવા નો અવાજ પર થી મોઢે ડુચો ભરાવેલુ નવજાત કણસી રહ્યુ હોવાનુ દ્શ્ય નિહાળી ઈમરજન્સી ૧૦૮ ને ફોન કરી મામલો પોલીસ સુધી પહોંચાડ્યો હતો. બનાવ અંગે ટંંકારા પોલીસમા નવજાત ને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા અને પાપ આચરી છુપાવનારા દયાહીન શખ્સ સામે ગુન્હો નોંધી સ્થાનિક પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.પોલીસે સ્થળ તપાસ અને ત્યજી દેવાયેલ નવજાત શિશુ ના શરીરે પહેરાવેલ કપડામા સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાભર નુ સિમ્બોલ અંકિત થયેલ હોવાથી તપાસ ની સાચી દિશા પ્રથમ થી જ મળી ગઈ હતી. તેથી પોલીસે ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રમા તપાસ કરી નવજાત ને જન્મ આપનાર જનેતા અને તેના પતિ સહિત ની વિગતો બહાર આવી હતી. જેમા, બાળક ને જન્મ આપનાર દંપતિ દક્ષાબેન અને પતિ રમેશ પ્રેમજી ઠાકોર બનાસકાંઠા જીલ્લા ના ભાભરના જ હોવાનુ વતની હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે દંપતિ સુધી પહોંચવા કવાયત આદરતા બંને નિષ્ઠુર પતિ પત્ની ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ગામે ઓવરબ્રિજ નીચે હોવાની અને પંથકમા મજુરીકામ કરતા હોવાની સચોટ હકીકત મળતા એલસીબી પીઆઈ મયંક પંડ્યા, સબ ઈન્સ્પેકટર વી.એન.પરમાર, ફર્લો સ્ક્વોડ ના સબ ઈન્સ્પેકટર બી.ડી.ભટ્ટ સહિતના પોલીસ સ્ટાફ સાથે તાબડતોબ પહોંચી તાજા જન્મેલા નવજાત ને તરછોડી દેનાર નિષ્ઠુર દંપતિ ને ઝડપી લઈ ટંકારા પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.