ટંકારાના ગણેશપર ગામે જુના ડખ્ખા નો ખાર રાખી ત્રણ શખ્સોએ એક સંપ કરી ગામડાના ખેડુત ને લાકડીઓ ફટકારી જાન થી મારી નાંખવાની દાટી મારતા ભોગ બનનારા ખેડુતે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.જાણવા મળ્યા પ્રમાણે ગામડે પંચાયત ની જમીન પર કબજો કરવા બે પરીવારો વચ્ચે લાંબા સમયથી વાદ વિવાદ ચાલે છે.
ટંકારા તાલુકાની ભૌગોલિક રચના પ્રમાણે અંતરીયાળ આવેલા ગણેશપર ગામે રહેતા અને ખેતી કરતા ધર્મેશ મુળજી ભાગીયા નામના ખેડુતે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી ગામડા ના બળવંત દેવજી દેવડા, ગણેશ નરસી દેવડા અને સંદીપ બળવંત દેવડા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદ મા જણાવ્યુ હતુ કે, ગામડે પોતાના કબજા વાળી જમીન રહેલી છે એ જમીન બળવંત કબજો કરવા માંગતો હોવાથી ડખ્ખા કરે છે. આજથી છ’એક માસ પૂર્વે આ મુદ્દે બબાલ થઈ હતી. અને ગત ૧૬ મી માર્ચે આ મામલે સામેવાળા એ પોતાના સહિત પાંચ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે તે વખતે સમાજના આગેવાનો અને વડીલો એ સમાધાન કરાવવા પ્રયાસો કરવાની હૈયાધારણા આપી હતી. પરંતુ સમાધાન ન થતા પોતે ત્રણ શખ્સોએ લાકડીઓ ફટકાર્યા બાદ જાન થી મારી નાંખવાની ધમકી અંગે ની વળતી ફરીયાદ નોંધાવી હતી. જાણવા મળ્યા પ્રમાણે ગામડે ગ્રામ પંચાયત હસ્તકની ખુલ્લી જમીન પર કબજો કરી ફેન્સીગ બાંધવા મુદ્દે બે’ક વર્ષ પૂર્વે બોલાચાલી અને સામાન્ય બબાલ થઈ હતી. જમીન મુદ્દે ગામડાના બે ખેડુત પરીવારો વચ્ચે ગજગ્રાહ બે વર્ષથી ડખ્ખો ચાલી રહ્યો છે. અને માર્ચ મહીનામા ફરીયાદી વિરૂધ્ધ સામાવાળા એ ફરીયાદ નોંધાવી હતી.