આજી નદી ના પુલ પરથી મોતની છલાંગ લાગી છતા, બંધાણી ચાલકે મસાલો ખાવાનુ ન છોડ્યુ.

ટંકારા જામનગર ને જોડતા હાઈવે પર ખાખરા ગામ નજીક આજી નદીના પુલ પર પસાર થતા મિનરલ વોટર ભરેલ છોટા હાથી ટેમ્પો આકસ્મિક રીતે ઓચિંતા નદી મા ખાબક્યુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે ચાલકે ઓચિંતા સ્ટીયરીગ પર થી કાબુ ગુમાવતા છોટાહાથી ધડામ કરતુ હાઈવે ના પુલ પર થી પાણી ભરેલી નદીમા ખાબક્યુ હતુ. જોકે, વાહન નદીમા ખાબકતા ચાલક સમય સુચકતા વાપરી વાહનના બોનેટ પર ચડી જતા જાનહાની તો ટળી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે, આવો ડરામણો અકસ્માત થયો અને જોનારાના પણ ધબકારા થંભી ગયા હતા એવા સંજોગો વચ્ચે ટેમ્પો નો ડ્રાઈવર નદીમા પડેલા વાહનના બોનેટ પર ચડી બેઠો બેઠો માવો ઘોરતો જોવા મળતા દ્શ્ય થી ચિંતા સાથે રમુજ ફેલાઈ હતી.

કહેવાય છે કે, બંધાણીઓ ને ગમે એટલુ સમજાવો પરંતુ એને અસર થતી નથી એ હકીકત હોવાની પ્રતિતી શનિવારે જોવા મળી હતી. જેમા, ટંકારા જામનગર હાઈવે પર ટંંકારા તાલુકાના ખાખરા ગામ નજીક હાઈવે નીચેથી આજી નદી પસાર થાય છે. હાઈવે પર રાજાશાહી વખતનો જુનો પુલ આવેલ છે. પુલ જુના સમયનો હોવાથી સાંકળો છે. શનિવારે હાઈવે પર પસાર થતા મિનરલ્સ વોટર ભરેલ છોટાહાથી ટેમ્પો પસાર થઈ રહ્યુ હતુ એ ટાંકણે જ ચાલકે સ્ટીયરીગ પર થી કાબુ ગુમાવતા હાઈવે પર થી ઓચિંતા ધડામ કરતુ વાહન 50 ફૂટ નદીમા ખાબક્યુ હતુ. સદનસીબે નદીમા ખાબકેલા વાહનમાથી ચાલક ત્વરીત ડ્રાઈવિંગ સીટ પરથી બોનેટ પર ચડી જતા જાનહાની ટળી હતી. બનાવને જોનારા ના રૂગંટા ખડા થઈ ગયા હતા. અને અકસ્માત ની ઘટના થી ચિંતાતુર થઈ નીચે જોવા દોડ્યા હતા. પરંતુ નીચે નુ દ્શ્ય જોઈ ઘડીભર ચિંતા કરવી કે હસવુ એ સમજી શક્યા નહોતા. પાણીમાં ખાબેકેલા વાહનના બોનેટ પર ચાલક મસાલો ઘોરતો બેઠો હતો. અકસ્માત સર્જાયો એ પુલ રાજાશાહી વખતનો અને સાંકડો હોવાથી અવાર નવાર અહીંયા વાહનો નદીમા ખાબકવાની અને અકસ્માત ની ઘટનાઓ ઘટે છે. અતિ જુનો પુલ હોય લોકો અનેક વખત મરામત માટે ચિંતા વ્યક્ત કરી કાગારોળ મચાવી ચુક્યા છે. પરંતુ તંત્ર આ મુદ્દે ગંભીરતાથી લેતા નથી. એવો વસવસો રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા હતા.