ટંકારા મા ૧૦.૨૦ કરોડ ના ખર્ચે નવનિર્મિત ન્યાયમંદિર હાઈકોર્ટ ના ચિફ જસ્ટિસ ના હસ્તે ખુલ્લુ મુકાયુ.

Advertisement
Advertisement

૯૦૦૦ ચો .મી. મા નિર્માણ પામેલ કોર્ટ બિલ્ડિંગ લોકાપર્ણ પ્રસંગે સેન્સસ જજે યજ્ઞના યજમાન બની શાસ્ત્રોક્ત વિધિથી ખુલ્લુ મુકયુ

ટંકારા તાલુકા મથકે સવા દાયકાથી ભાડા ના મકાનમા કાર્યરત ન્યાયાલય નુ પોતાનુ કોર્ટ બિલ્ડીંગ નિમાર્ણ થતા તા. ૧૦ એપ્રિલ ગુરૂવારે હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ બિરેન વૈશ્ર્ણવ ના હસ્તે સવારે ૯:૪૫ વાગ્યે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે ટંકારા આર્યસમાજ ના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રી ના આચાર્ય પદે મહર્ષિ ગુરૂકુળના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સેસન્સ જજ પંડ્યા યજમાન પદે સજોડે બિરાજમાન થઈ યજ્ઞ યોજી શાસ્ત્રોક્ત વિધિથી નવા ન્યાયાલય ભવનને ખુલ્લુ મુકવામા આવેલ હતુ.ન્યાયતંત્ર સાથે ખભા મિલાવી ટંંકારા બાર એસોસિયેશન દ્વારા આયોજીત કાર્યક્રમમા ડીસ્ટ્રીકટ જજ, રેસીડેન્સી કલેકટર, મોરબી મ્યુનિસિપલ કમિશનર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, ચિફ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટ બિલ્ડિંગ ના ઓપનીંગ પૂર્વે પ્રોટોકોલ મુજબ ચીફ જસ્ટિસ ને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ.

ટંકારા તાલુકા મથકે ગ્રામ પંચાયત હસ્તકના જુના બાલમંદિર ખાતે છેલ્લા ૧૩ વર્ષ થી કોર્ટ કાર્યરત છે. ન્યાયતંત્ર દ્વારા અગાઉ પોતાનુ બિલ્ડીંગ બનાવવા સરકાર સમક્ષ જમીન માંગણી કરાયી હતી. જે માંગણી સરકાર પક્ષેથી સ્વિકારી હકારાત્મક વલણ અપનાવી વર્ષ ૨૦૨૨ મા તાલુકાના લતિપર હાઈવે પર સર્કિટ હાઉસ પાસે જબલપુર ગામની સીમ ખરાબાની સ.નઃ. ૧૧૯ પૈકી ની સરકારી જમીન ફાળવણી કરવામા આવતા ઓક્ટોબર ૨૦૨૨ મા વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરાયુ હતુ. અને સ્થળ પર ધાર્મિક વિધિ અનુસાર ટંકારાના પ્રખર સદગત શાસ્ત્રીજી મિલન મહારાજ ના આચાર્યપદે ટંકારાના તત્કાલીન જજ એન.સી. જાદવ ના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતુ. અંતે રૂપિયા ૧૦.૨૦ કરોડ ના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી. ના વિશાળ કોર્ટ પરીસરમા કોર્ટ નુ બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચર મા ૨૨૫૬ ચો મી. મા કોર્ટ નુ નિર્માણ થયુ છે. અહીંયા સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટોને બેસવા ની વ્યવસ્થા સાથે નવુ ન્યાય મંદિર આકાર પામતા ન્યાયતંત્ર ના ન્યાયાલય ભવનનો ઉદ્દઘાટન સમારોહ ગુરૂવાર તા.૧૦ એપ્રિલે હાઈકોર્ટ ના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવ ના વરદહસ્તે બંધારણ ને અનુરૂપ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ની પવિત્ર જન્મભૂમિ હોવાથી ઉદ્દઘાટન પ્રસંગે બાર એસોસિયેશન- ટંકારાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, સેક્રેટરી અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ રાહુલ ડાંગર, જોઈન્ટ સેક્રેટરી મુકેશ બારૈયા, મહિલા રીપ્રેઝન્ટીવ જોશનાબેન ચૌહાણ, બાર ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાગીયા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, બી.વી.હાલા, કલ્પેશ સેજપાલ, જયોતીબેન દુબરીયા, કાનજી દેવડા, દેવજી ચૌહાણ, નિલેશ ભાગીયા, અમીત પ્રવિણચંદ્ર સહિતના બારના સભ્યો દ્વારા હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી વૈદિક યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ. યજ્ઞ ના યજમાન પદે મોરબી જીલ્લા સેન્સસ જજ કમલ પંડ્યાએ સજોડે બિરાજમાન થઈ આહુતિ આપી આર્યસમાજ સંસ્થાના આચાર્ય રામદેવ શાસ્ત્રી ના આચાર્ય પદે ગુરૂકુળના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ન્યાયમંદિર ખુલ્લુ મુકાયુ હતુ. આ વેળાએ મોરબી જીલ્લા રેસી.કલેકટર એસ.જે.ખાચર, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, ડીવાયએસપી સમીર સારડા, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મામલતદાર પી.એન.ગોર, ચિફ ઓફિસર ગીરીશ સરૈયા, મોરબી વકિલ મંડળના પ્રમુખ સી.પી. સોરીયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નો પ્રારંભ દિપ પ્રાગટય થી કરાયા બાદ ઉપસ્થિત મહેમાનો નુ બાળાઓ ના સ્વાગત થી વહેતો મુકવામા આવેલ. આ તકે, સ્વાગત ઉદબોધનમા ડ્રિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડાએ કોર્ટ બિલ્ડિંગ માટે સરકારના હકારાત્મક અભિગમ થકી ન્યાયતંત્ર ના બનેલા ભવ્ય ભવન મા વકિલો, સરકારી અમલદારો સહિતના મદદરૂપ થયા હોવાથી ઝડપી કોર્ટ બિલ્ડિંગ નુ સ્વપ્ન સિધ્ધ થયાનુ જણાવ્યુ હતુ. બંધારણ જાળવી લોકાપર્ણ પ્રસંગ યોજાયો છે. પરંતુ ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ હોવાથી વૈદિક મંત્રોચ્ચાર અને વૈદિક યજ્ઞ દ્વારા ચિમ્બોલીક ઉદ્દઘાટન કરાયાનુ અંત મા જણાવ્યુ હતુ. લોકાપર્ણ ના અધ્યક્ષ સ્થાને થી હાઈકોર્ટ ના કાર્યકારી ચિફ જસ્ટિસ બિરેન વૈષ્ણવે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પોતે ૪૦ દિવસ પછી નિવૃત્ત થતા હોય પોતાને મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંંકારા ખાતે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત થવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ વિદાય પૂર્વે યાદગાર બની રહેશે. મોરબી જીલ્લા યુનિટ ના જજ હોય જીલ્લા ના જજ વકિલો નો હ્યદયથી આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વ્યક્ત કરતા ટંકારાના સિનિયર સિવિલ જજ એસ.જી.શેખે પોતાના કાર્યકાળ દરમિયાન નવા ભવન નિર્માણ થયુ અને નવા બિલ્ડીંગ નો હિસ્સો બની કાર્ય કરવાની મળેલી તક બદલ ચિફ જસ્ટિસ, ડિસ્ટ્રીકટ જજ મહિડા, ટંકારા બાર એસોસિયેશન, સરકારી અમલદારો, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સહિત ને બિરદાવી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.