હવે થી..ટંકારા ન્યાયતંત્રના દ્વારે આવતા અરજદારોનો ન્યાય પોતાના નવા બિલ્ડીંગ મા કરશે.

Advertisement
Advertisement
ભાડાના મકાનમા કાર્યરત કોર્ટ નુ મકાન નિર્માણ થતા વડી અદાલતના ચિફ જસ્ટિસ દ્વારા આવતીકાલે (ગુરૂવારે) ખુલ્લુ મુકાશે.
ટંકારા તાલુકા મથકે ભાડા ના મકાનમા કાર્યરત ન્યાયાલય ને પોતાનુ બિલ્ડીંગ માટે કોર્ટ ની માંગણી બાદ સરકારે હકારાત્મક અભિગમ અપનાવી અઢી વર્ષ પૂર્વે ફાળવેલી સરકારી જમીન પર નવનિર્મિત થયેલા ન્યાય મંદિર નુ તા. ૧૦ એપ્રિલે હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ બિરેન વૈશ્ર્ણવ ના હસ્તે સવારે ૯:૪૫ વાગ્યે ઉદ્દઘાટન કરાશે. આ વખતે ટંકારા આર્યસમાજ ના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પરીસરમા પ્રવેશ કરવાનુ આયોજન ટંંકારા બાર એસોસિયેશન દ્વારા કરવામા આવ્યુ છે. નવા કોર્ટ ના ઉદ્દઘાટન સમારોહ મા ડીસ્ટ્રીકટ જજ,જીલ્લા કલેકટર, પોલીસવડા સહિતના ઉપસ્થિત રહેશે. કોર્ટ બિલ્ડિંગ ના ઓપનીંગ પૂર્વે ચીફ જસ્ટિસ ને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.
ટંકારા તાલુકા મથકે હાલ છેલ્લા તેર વર્ષ થી કોર્ટ ગ્રામ પંચાયત હસ્તકના જુના બાલમંદિર ખાતે કાર્યરત છે. ન્યાયતંત્ર દ્વારા અગાઉ પોતાનુ બિલ્ડીંગ બનાવવા સરકાર સમક્ષ જમીન માંગણી કરાયી હતી. જે માંગણી સરકાર પક્ષેથી સ્વિકારી હકારાત્મક વલણ અપનાવી વર્ષ ૨૦૨૨ મા તાલુકાના લતિપર હાઈવે પર સર્કિટ હાઉસ પાસે જબલપુર ગામની સીમ ખરાબાની સરકારી જમીન ફાળવણી કરી હતી. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત ગત ઓક્ટોબર -૨૦૨૨ મા કરાયુ હતુ. અને સ્થળ પર ધાર્મિક વિધિ અનુસાર ટંકારાના પ્રખર સદગત શાસ્ત્રીજી મિલન મહારાજ ના આચાર્યપદે ટંકારાના તત્કાલીન જજ એન.સી. જાદવ ના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતુ. અંતે રૂપિયા ૭૪૩.૮૦ ના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી. ના વિશાળ કોર્ટ પરીસરમા કોર્ટ નુ બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચર મા ૨૨૫૬ ચો મી. મા કોર્ટ નુ નિર્માણ થયુ છે. અહીંયા સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટોને બેસવા ની વ્યવસ્થા સાથે નવુ ન્યાય મંદિર બન્યુ છે. જેનુ ઉદ્દઘાટન ગુરૂવારે તા.૧૦ એપ્રિલે હાઈકોર્ટ ના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવ ના વરદહસ્તે ઉદ્દઘાટન સમારોહ યોજાશે ઉદ્દઘાટન પ્રસંગે બાર એસોસિયેશન- ટંકારાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, સેક્રેટરી અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ રાહુલ ડાંગર, જોઈન્ટ સેક્રેટરી મુકેશ બારૈયા, બાર ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાગીયા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, બી.વી.હાલા, કલ્પેશ સેજપાલ, કોર્ટ કર્મચારીઓ ઉપરાંત બારના સભ્યો દ્વારા પ્રસંગ ને અનુરૂપ ટંકારા વૈદિક ધર્મ નો આહલેક જગાવતા આર્યસમાજ સંસ્થામા વૈદિક અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ન્યાયાલય ખુલ્લુ મુકાઈ એવી વ્યવસ્થા કરી છે. આ વેળાએ મોરબી જીલ્લા કલેકટર કિરણભાઈ ઝવેરી, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી,ટંકારાના જજ એસ.જી. શેખ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મામલતદાર પી.એન.ગોર, મોરબી વકિલ મંડળના પ્રમુખ સી.પી. સોરીયા સહિતના ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ નો પ્રારંભ દિપ પ્રાગટય થી કરાયા બાદ ઉપસ્થિત મહેમાનો નુ બાળાઓ ના સ્વાગત થી વહેતો કરાશે. તાલુકા મથકે આકાર પામેલા ન્યાય મંદિર પરીસરમા જ જજ બંગ્લો સહિત કોર્ટ કર્મચારીઓ ના સ્ટાફ કવાટર્સ પણ બનાવવા મા આવ્યા છે.