ટંકારા: નાનારામપર ગામે મંદિર જીર્ણોધ્ધાર મા રોળા નાંખતા સ્થાનિક ઈસમ સામે કાયદાકીય પગલા લેવા ગ્રામજનો ની માંગણી.

Advertisement
Advertisement
બેફામ વાણીવિલાસ કરતા ઈસમ વિરૂધ્ધ મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર પાઠવાયુ.

ટંકારા તાલુકાના નાનારામપર ગામે મંદિરના જીર્ણોધ્ધાર મા રોળા નાંખી ગામડાના લોકો ને બેફામ ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી ઉચ્ચારતા ગામડાના માથાભારે ઈસમ સામે કાયદાકીય પગલા લેવા ગામડાના લોકોએ ટંકારાના મામલતદાર અને પોલીસ ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ટંકારા તાલુકાના નાનારામપર ગામના નીરૂભા ઝાલા, લાલુભા, જે.બી. ઝાલા, રમજુભા સંગ્રામસિંહ, બી.ટી. ઝાલા, પ્રવિણસિંહ સહિતના દસ થી વધુ લોકો તાલુકા મથકે દોડી આવી ટંકારા મામલતદાર પી.એન.ગોર અને પોલીસ ઈન્સ્પેકટર છાસીયા ને રૂબરૂ આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમાં જણાવ્યા પ્રમાણે ગામડાના પાદરમા રામદેવપીર નુ જુનુ મંદિર આવેલુ હોય મંદિર નો જીર્ણોધ્ધાર ગ્રામજનોના સહયોગ થી કરવાનુ નક્કી કરી જુના મંદિર ને તોડી પાડવાનુ કામ ચાલી રહ્યુ હોય અને મંદિરનો કાટમાળ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી ખુલ્લી જમીનમા ફરીથી ઉપયોગ કરવા એકઠો કરાયો હતો. પરંતુ, ગત રવિવારે રાત્રે ખુલ્લી જગ્યા ની નજીક રહેતા ગામડાના સ્થાનિક રણુભા આલુભા ઝાલા નામના ઈસમે કાટમાળ ખડકવા મુદ્દે કારણ વગર બબાલ કરી મંદિરે ધસી આવી ધમાલ મચાવી મંદિર કાર્ય મા સહયોગી થતા લોકો ને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી કાટમાળ ખસેડી લેવા દાટી મારતા ગ્રામજનો એ કાયદેસરના પગલા લેવા માંગણી કરી હતી. આવેદનપત્ર મા બેફામ વાણીવિલાસ કરનારા ઈસમ દારૂ પિધેલી હાલતમા હોવાનો આક્ષેપ કર્યો હતો.